અંબાણી પરિવારની વહુ બનીને એન્ટિલિયા પહોંચી રાધિકા, સ્વાગતમાં વરસાવ્યા ફૂલ, વરઘોડામાં નાચ્યો સલમાન, આજે રિસેપશનમાં આવશે PM મોદી
Anant- Radhika grand welcome to Antilia : એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. વરમાળા બાદ શુક્રવારે રાત્રે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ કરવામાં આવી હતી. શુક્રવારે સાંજે 4:30 કલાકે આ વરઘોડો એન્ટીલિયાથી નીકળી અને Jio વર્લ્ડ સેન્ટર પહોંચ્યો.
લગ્ન સ્થળ પર પહોંચ્યા બાદ પ્રિયંકા ચોપરા, શાહરૂખ ખાન, સલમાન ખાન, રજનીકાંત, રેસલર જોન સીના, રણવીર સિંહ, સંજય દત્ત, જાહ્નવી કપૂર અને અર્જુન કપૂર સહિત ઘણા સેલેબ્સે ખૂબ ડાન્સ કર્યો હતો. તેમજ શ્રેયા ઘોષાલ, સોનુ નિગમ સહિત અનેક કલાકારોએ સમારોહમાં સંગીતમય પરફોર્મન્સ આપ્યું હતું.
શણગારની થીમ ‘એન ઓડ ટુ વારાણસી’ રાખવામાં આવી છે, જે કાશીની પરંપરા, સંસ્કૃતિ અને કલા અને હસ્તકલાને સમર્પિત છે. ત્રિદિવસીય કાર્યક્રમના બીજા દિવસે શનિવારે ‘શુભ આશીર્વાદ’ કાર્યક્રમમાં વિશેષ મહેમાનો માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે.
View this post on Instagram
Jio વર્લ્ડ સેન્ટરમાં લગ્ન પછી, રાધિકા અનંત સાથે પ્રથમ વખત એન્ટિલિયા પહોંચી હતી જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અને રાધિકા પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી અને શ્લોકા અંબાણીએ તિલક લગાવીને બંનેનું ઘરમાં સ્વાગત કર્યું હતું. જેની તસવીરો અને વીડિયો પણ હવે વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram