અનંત અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપવા માટે પ્રધાનમંત્રી મોદી..,એન્ટિલિયામાં થયું રાધિકાનું ભવ્ય સ્વાગત

અનંત-રાધિકાને આશીર્વાદ આપવા માટે આજે આવી શકે છે PM મોદી, અન્ય રાજનેતાઓ પણ રહેશે હાજર, રિસેપશનમાં જામશે સેલેબ્સનો જમાવડો

PM Modi Attend Anant Radhika Aashirwad Ceremony : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ગઈકાલે 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્નમાં રમતગમત, બિઝનેસ, સિનેમા અને રાજકારણની દુનિયાની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. આજે નવપરિણીત યુગલના ‘શુભ આશીર્વાદ’ની વિધિ છે. અનંત અને રાધિકાના લગ્નના કાર્યક્રમો હજુ બે દિવસ ચાલશે.

આજે શનિવારે આ નવદંપતીનો ‘શુભ આશીર્વાદ’ સમારોહ છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.  12 જુલાઈએ લગ્ન બાદ રાધિકા મર્ચન્ટ પુત્રવધૂ બનીને અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા પહોંચી હતી. આ દરમિયાન નણંદ ઈશા અંબાણીએ રાધિકાનું જોરદાર સ્વાગત કર્યું હતું.

અનંત-રાધિકાના લગ્નની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. લગ્નના વરઘોડા દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આખો અંબાણી પરિવાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. લગ્નના વરઘોડામાં અંબાણીઓની ભવ્યતા જોવા જેવી છે. રજનીકાંતથી લઈને અનિલ કપૂર, પ્રિયંકા ચોપરા અને અનન્યા પાંડે સુધીના તમામ ફિલ્મ સ્ટાર્સ ડાન્સ કરતા સ્થળ પર પહોંચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે રાધિકા મર્ચન્ટ પોતે તેના લગ્નના વરઘોડામાં ડાન્સ કરતી જોવા મળી હતી.

અહેવાલો અનુસાર, ‘શુભ આશીર્વાદ’ વિધિ આજે લગભગ 6 વાગ્યે શરૂ થશે. અનંત-રાધિકાના ‘શુભ આશીર્વાદ’ ફંક્શનમાં વડાપ્રધાન મોદી સાથે અનેક રાજકીય હસ્તીઓ આવવાની પણ ચર્ચા છે. આ સિવાય ફિલ્મી હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ હાજરી આપી શકે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં ભારત અને વિદેશની હસ્તીઓએ હાજરી આપી હતી. જો કે પીએમ નરેન્દ્ર મોદી આ લગ્નમાં હાજરી આપી શક્યા ન હતા. લગ્નની ઉજવણી હજુ બે દિવસ સુધી ચાલશે. આજે 13મી જુલાઈએ ‘શુભ આશીર્વાદ’ છે અને આવતીકાલે 14મી જુલાઈએ ‘મંગલ ઉત્સવ’ છે. એવી અપેક્ષા છે કે PM મોદી 13 જુલાઈના રોજ ‘શુભ આશીર્વાદ’ સમારોહમાં નવા યુગલને આશીર્વાદ આપવા જઈ શકે છે.

Previous Article

અંનત સાથે સાત ફેરા ફરવા માટે રાધિકા પાણીમાં સવાર થયેલા રથમાં બેસીને આવી પહોંચી, જુઓ કેવી હતી તેની રોયલ એન્ટ્રી

Next Article

પોતાના કાળજાના કટકાને લઈને અનંત અંબાણીના હાથમાં સોંપતા પહેલા રાધિકાના પિતા થયા ભાવુક, અનંતે આપ્યું ખાસ વચન... જુઓ

error: Protected Content!