યોગ ગુરુ બાબા રામદેવે અનંત અંબાણીના હાથ પકડીને કર્યો બરાબર ડાન્સ, વીડિયો જોઈને લોકો બોલ્યા..”બાબા આજે ખુશ ખુશ ગયા..” જુઓ

Baba Ramdev danced with Anant Ambani : 12 જુલાઈ એ યાદગાર દિવસ હતો જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ભવ ભવનાં બંધનમાં બંધાઈ ગયા . જિયો વર્લ્ડ સેન્ટરમાં અનંત-રાધિકાના શાહી લગ્ન થયા હતા. જેમાં દેશ-વિદેશના VVIP મહેમાનોએ ભાગ લીધો હતો. અનંત-રાધિકાના વૈભવી લગ્ન વર્ષો સુધી યાદ રહેશે. લગ્નમાં અંબાણી પરિવારના દરેક સભ્ય રોયલ લાગતા હતા. કાર્દશિયન બહેનો, જ્હોન સીના, રેમા, શાહરૂખ ખાન, બચ્ચન પરિવાર સહિત ઘણી બોલીવુડ, હોલીવુડ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ વર્ષના સૌથી મોટા લગ્નના સાક્ષી બન્યા હતા.

ત્યારે આ લગ્નમાં યોગ ગુરુ બાબા રામદેવ પણ આવી પહોંચ્યા હતા. તેમની સાથે તેમના નજીકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ પણ હતા. ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બાબા રામદેવ અનંતના બંને હાથ પકડીને બરાબર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જેમાં બાબાનો ઉત્સાહ ચરમસીમા પર દેખાઈ રહ્યો છે.

બાબા રામદેવને આ રીતે ડાન્સ જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. તેમને પોતાની સાથે અનંત અંબાણીને પણ ઝૂમવા માટે મજબુર કરી દીધો હતો. બરાબર ડાન્સ કર્યા બાદ તેઓ અનંત અંબાણીને ભેટી પડ્યા હતા. હવે આ વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ લગ્નમાં ફિલ્મ કલાકારો સાથે ઘણા રાજનેતાઓએ પણ હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel