દીકરાની હાલત જોઇ પોતાના પર કંટ્રોલ ન રાખી શકી માતા ગૌરી ખાન, ગાડીમાં જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડી, વીડિયો થયો વાયરલ

શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો દીકરો આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસોથી NCB કસ્ટડીમાં છે. ડગ મામલે એક રેડ દરમિયાન NCBએ તેની ધરપકડ કરી હતી. ત્યારથી સતત શાહરૂખ અને ગૌરી ખાન દીકરાને જમાનત અપાવવાની કોશિશ કરી રહ્યા છે. આજે ગૌરી ખાનનો જન્મદિવસ છે અને જો આજે આર્યન ખાનને જમાનત મળી જાય છે તો, ગૌરી ખાન માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. ત્યારે આ બધા વચ્ચે ગૌરી ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં ગૌરી ખાન રડતી નજર આવી રહી છે. આજે આર્યન ખાનની જમાનતનો નિર્ણય થવાનો છે, ત્યારે ગત સાંજે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં આર્યનને NCB કોર્ટથી લઇ જઇ રહી છે. ત્યાં જ સામે એક કાર ઊભી હોય છે. જેની અંદર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન નજર આવી રહી છે. તે પોતાના હાથથી આંખોને છૂપાવી રહી છે અને સતત રડતી જોવા મળી રહી છે.

વીડિયો જોઇ સોશિયલ મીડિયા પર લોકો ઇમોશનલ થઇ રહ્યા છે. આજે ગૌરી ખાનનો જન્મદિવસ છે અને દીકરો જેલમાં છે. એવામાં વીડિયો પર યુઝર્સ કોમેન્ટ કરી ગૌરી ખાનને સહાનુભૂતિ પાઠવી રહ્યા છે. ત્યાં જ કેટલાક યુઝર્સ ગૌરી ખાનની પરવરિશ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આર્યન ખાનની 3 ઓક્ટોબર રવિવારના રોજ NCBએ ડગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તે NCB કસ્ટડીમાં હતો. ત્યારે કાલે તેની NCB કસ્ટડી પૂર્ણ થઇ હતી અને આર્યન સાથે સાથે બધા આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટે બધા આરોપીઓને 14 દિવસની જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલ્યા છે.

NCBએ બધા આરોપીઓની 11 ઓક્ટોબર સુધીની કસ્ટડીની માંગ કરી હતી પરંતુ કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. આર્યન ખાનના વકીલ સતીશ માનસિંદેએ આર્યનને જમાનત અપાવવા માટે ઘણી મહેનત કરી હતી પરંતુ જસ્ટિસ આરએમ નેર્લિકરની અદાલતે છેલ્લે તેમનો નિર્ણય સંભળાવ્યો જેમાં NCBને ના તો કસ્ટડી મળી અને ના તો આર્યન ખાનને જમાનત. હાલ તો આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી ચાલુ છે.

 

View this post on Instagram

 

A post shared by Newso Bollywood (@newso_bollywood)

Shah Jina