અનુપમાના દિલની સૌથી નજીક અને તેનો ખાસ મિત્ર એવો અનુજ છોડી રહ્યો છે શો ? જાણો હકિકત

ટીવીનો લોકપ્રિય શો ‘અનુપમા’ જયારથી શરૂ થયો છે ત્યારથી તેનો દબદબો ટીઆરપી અને દર્શકો વચ્ચે બનેલો છે. આ શોના બધા પાત્રો ફેમસ છે પરંતુ અનુપમા અને અનુજના પાત્રને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. અનુપમા ફેમ ગૌરવ ખન્ના ઉર્ફે અનુજ કાપડિયા આ દિવસોમાં ચર્ચામાં છે. તેણે તેના લુુક અને અભિનયના કારણે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે ગૌરવ ખન્ના આ શોને અલવિદા કહેવા જઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર આ વાત સામે આવાતા ચાહકો પણ આ વાતથી ખૂબ નારાજ હતા. હવે અભિનેતાએ પોતે આ અફવા પર મૌન તોડતા કલાકારો સાથે એક ફોટો શેર કર્યો છે.

આ તસવીર શેર કરતા કેપ્શનમાં ચાહકોને જણાવવામાં આવ્યું છે કે તેઓ ક્યાંય નથી જઈ રહ્યા. રૂપાલી ગાંગુલી સાથે ગૌરવ ખન્ના લીડ રોલમાં જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ છે. ગૌરવ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ શોના સેટનો છે. ફોટોમાં, ગૌરવ ખન્ના મદાલસા શર્મા, નિધિ શાહ, અલ્પના બુચ અને અનઘા ભોંસલેથી ઘેરાયેલા જોવા મળે છે. ફોટો શેર કરતા ગૌરવ ખન્નાએ કેપ્શનમાં લખ્યું કે, “રંગે હાથે પકડાયો, અનુજ ક્યાંય નથી જઈ રહ્યો.”

ગૌરવ ખન્ના વિશે વાત કરીએ તો તેણે પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ગૌરવ ખન્ના એક IT ફર્મમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતો હતો. આ પછી તેણે એક્ટિંગ ફિલ્ડમાં એન્ટ્રી લીધી. તેણે ટીવી કોમર્શિયલમાં કામ કર્યું હતું. ટીવી શોની વાત કરીએ તો તે પહેલીવાર ‘ભાભી’ શોમાં જોવા મળ્યો હતો. આ શોમાં તે ભુવન સરીનના રોલમાં હતો. શો ‘કુમકુમઃ પ્યારા સા બંધન’માં પણ તે જોવા મળ્યો હતો. ગૌરવે 9Xના ડાન્સ કોમ્પિટિશન શો ‘જલવાઃ ફોર ટુ કા વન’માં પણ ભાગ લીધો હતો. તે ‘નચલે વે વિથ સરોજ ખાન’ શોમાં હોસ્ટ પણ રહી ચૂક્યો છે. તેણે સીઆઈડીમાં સિનિયર ઈન્સ્પેક્ટરની ભૂમિકા પણ ભજવી છે. આ સિવાય પણ તે ઘણી ધારાવાહિકોમાં જોવા મળી ચૂક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial)

Shah Jina