મનોરંજન

જયારે નિકાહ દરમિયાન “કુબૂલ હે” બોલતા ભાવુક થઇ ગઈ ગૌહર ખાન, પતિ જૈદ દરબારે આ રીતે આપી પ્રતિક્રિયા

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી ગૌહર ખાને પોતાના મંગેતર જૈદ દરબાર સાથે આજે નિકાહ કરી લીધા છે. તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ગૌહર ખાન પોતાના નિકાહ દરમિયાન ખુબ જ ભાવુક પણ થઇ ગઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by GAUAHAR KHAN (@gauaharkhan)

ગૌહર અને જૈદ દરબારે ITC મરાઠા લક્ઝરી હોટલમાં નિકાહ કર્યા છે. નિકાહની થીમ વ્હાઈટ હતી. ગૌહર-જૈદ સાથે મોટા ભાગના મહેમાનો પણ વ્હાઈટ શૅડના આઉટફિટમાં આ લગ્નમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Zaid Darbar (@zaid_darbar)

કોરોના મહામારીના કારણે આ લગ્નમાં પરિવાર અને નજીકના કેટલાક મિત્રો જ હાજર રહ્યા હતા. તેમના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ દરમિયાન ગૌહરનો ભાવુક થવાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જૈદ પોતાની પત્નીનો હાથ પકડે છે ત્યાં જ ગૌહર ભાવુક બની જાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે તેના આંસુઓ લૂછી રહી છે. જોકે આ આંસુઓ ખુશીના છે.

ત્યારબાદ જૈદ ગૌહરનો હાથ પકડીને ચુંબન આપે છે. આ જોઈને આસપાસના લોકો પણ બૂમો પાડવા લાગે છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ગૌહર ખાન એક અભિનેત્રી અને મોડલ છે ત્યારે જૈદ ગૌહર કરતા 11 વર્ષ નાનો છે. તે પ્રખ્યાત ગાયક ઇસ્માઇલ દરબારનો દીકરો છે. તે એક્ટર, ડાન્સર તથા કન્ટેન્ટ ક્રિએટર છે. પોતાના સંબંધને જાહેર કર્યા બાદ બંને દુબઇ ફરવા માટે પણ ગયા હતા.