મનોરંજન

ગૌહર ખાન અને જૈદ દરબારની મહેંદીની રસ્મ થઇ પુરી, તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

ટીવી અભિનેત્રી ગોહર ખાને દરબાર સાથે આજે નિકાહ કરશે, જુઓ 10 તસ્વીરોમાં બંનેની ક્યૂટ કેમેસ્ટ્રી

બિગ બોસ7ની વિનર ગૌહર ખાન આજે એટલે કે, 25 ડિસેમ્બરના રોજ બોય ફ્રેન્ડ જૈદ દરબાર સાથે લગ્ન કરશે. આ પહેલા મહેંદી અને રિંગ સેરેમનની તસ્વીર સામે આવી છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસ ગૌહર ખાન અને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર જૈદ દરબારની ગુરુવારના રોજ મહેંદી સેરેમની પૂર્ણ થઇ હતી. આ ખાસ દિવસે બંનેના પરિવારજનો પણ નજરે આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

બંનેએ કેમેરા સામે પોઝ આપ્યા હતા. આ ખાસ દિવસે બધા બહુ જ ખુશ નજરે આવ્યા હતા. ગૌહર ખાન ગોલ્ડન અને યલો આઉટફિટમાં નજરે આવી હતી. આ સાથે ગૌહરએ ફૂલની જવેલરીથી લુકને પૂર્ણ કર્યો હતો.

મહેંદીના ખાસ દિવસે ગૌહર ખાન તેના થનારા પતિ જૈદ દરબારે સફેદ અને ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો હતો. બંને બહુ જ ખુશ અને ઉત્સાહિત લાગી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by @gauaharkhanlove

ગુરુવારે ગૌહર ખાનની મહેંદીની ઘણી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સાથે જ લખ્યું હતું કે, મહેંદીની રાત આવી. 4 વર્ષ પહેલા અસદે મને કહ્યું હતું કે, તે લગ્નમાં નહીં આવે. પરંતુ તેનો પ્રેમ રહેશે.

ગૌહર ખાન અને જૈદ દરબારની ચિક્કા સેરેમની મંગળવારે 22 ડિસેમ્બરે થઇ હતી. એક ઇન્ટરવ્યૂમાં ગૌહર ખાને કહ્યું હતું કે. જયારે તે જૈદને મળી હતી ત્યારે તેનામાં પ્રેમની તલાસ ના હતી. પરંતુ તેની તરફ ખેંચી ગઈ હતી. આ બાદ જૈદએ 1 મહિના બાદ લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Luxury My Wedding (@luxurymywedding)

આ પહેલા પણ બંનેની તસ્વીર વાયરલ થઇ હતી. જેમાં ગૌહર ખાન બ્લુ કલરના શરારા શૂટમાં ચાંદનો ટુકડો લાગી રહી છે. તો જૈદ પણ ઓછો નથી લાગી રહ્યો.

 

View this post on Instagram

 

A post shared by Bollybuzzer 📸 (@bolly_buzzer)

ગૌહર ખાન હેવી જવેલરી સાથે ટીકામાં બેહદ ખુબસુરત અને કમાલ લાગી રહી છે. બંને સાથે બેહદ સુંદર લાગી રહ્યા છે. લગ્ન પહેલાની ખુશી બંનેના ચહેરા પર જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે, ગૌહર અને જૈદએ તેના લગ્નને #GaZa નામ આપ્યું છે. આ તસ્વીર સિવાય હલ્દી સેરેમનીની તસ્વીર પણ વાયરલ થઇ રહી છે.