પકડાવવાના ડરથી ચાલુ ટ્રકમાંથી ગાયોને નીચે ફેંકી રહ્યા હતા તસ્કરો, ગૌ રક્ષકો ઉપર કર્યું ફાયરિંગ, 22 કિલોમીટર સુધી પીછો કર્યો અને પછી.. જુઓ વીડિયો

દેશભરમાં ઘણીવાર ગાયોની તસ્કરી થવાના મામલાઓ સામે આવતા હોય છે, ત્યારે આવી તસ્કરી ઉપર ગૌ રક્ષક દળોની ચાંપતી નજર પણ હોય છે, ઘણીવાર ગૌ રક્ષકો પોતાના જીવન જોખમે પણ ગાયોની તસ્કરી કરી રહેલા લોકોને પકડી લેતા હોય છે. હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ગુરુગ્રામ પોલીસે 22 કિલોમીટર પીછો કરીને ગાય તસ્કરોની ધરપકડ કરી છે. ગાયના તસ્કરોની ઓળખ થતાં જ તેમનો પીછો કરવામાં આવી રહ્યો હતો. જેની જાણ થતા જ તસ્કરો ચાલતી ટ્રકમાંથી એક પછી એક ગાયો ફેંકવા લાગ્યા. તસ્કરો આમ એટલા માટે કરી રહ્યા હતા જેના કારણે પીછો કરી રહેલા ગૌ રક્ષક અને પોલીસની ગાડી પલટી મારી ગઇ.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે ભોંડસીમાં નાકાબંધી કરી દીધી હતી. તસ્કરોએ પહેલા ટાટા 407ને રોકી હતી અને પછી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 22 કિમીના પીછો બાદ પોલીસે છ પૈકી પાંચ તસ્કરોને પકડી લીધા હતા. જ્યારે ગાયોને ફેંકી દેવાનો દાવો કામ ન લાગ્યો અને ગાયના તસ્કરોને પોલીસ પકડી લેશે તેવું વિચારતા 2 તસ્કરો પોતાનો જીવ બચાવવા ફ્લાયઓવર પરથી નીચે કૂદી પડ્યા. બંને તસ્કરોના હાથ-પગમાં ફ્રેક્ચર થયું છે.

આરોપીઓના નામ બલ્લુ, તસ્લીમ, પાપા, શાહિદ અને ખાલિદ જણાવવામાં આવી રહ્યા છે. તમામ મેવાતના નૂહના રહેવાસી છે. મળતી માહિતી મુજબ આ ઘટના 8-9 એપ્રિલની જણાવવામાં આવી રહી છે. DCP ક્રાઈમ ગુરુગ્રામ રાજીવ દેસલવાલે જણાવ્યું કે પોલીસને સેક્ટર 29 નજીક 6-7 ગાયોની ચોરીની માહિતી મળી હતી. જે બાદ પોલીસે નાકાબંધી કરી દીધી હતી. રસ્તામાં પીસીઆર વાન તેમની પાછળ હોવાથી આરોપીઓ ગાયોને નીચે ફેંકી રહ્યા હતા. તેમણે કહ્યું કે ટ્રકમાંથી નીચે પડવાને કારણે ગાયોને ઈજા થઈ છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીઓ પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, 5 શેલ અને એક જીવતા કારતૂસ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ જ્યારે પોલીસ ગાય તસ્કરોનો પીછો કરી રહી હતી ત્યારે તેમની કારનું ટાયર પણ ફાટી ગયું હતું. પરંતુ તેણે કાર રોકી ન હતી. શનિવારે પોલીસે આ ઘટનામાં પાંચ ગાય તસ્કરોની ધરપકડ કરી હતી.

આ પૈકીના એક દાણચોરે ગૌ રક્ષકો પર ફાયરિંગ પણ કર્યું હતું. ગૌ રક્ષકે જણાવ્યું કે પીછો કરતી વખતે તસ્કરોની કારનું ટાયર પથ્થર વાગવાથી પંચર થઈ ગયું પરંતુ તે રોકાયો નહીં અને સોહના તરફ ભાગવા લાગ્યો. તમામ તસ્કરોની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અને કેસ નોંધવામાં આવ્યો છે.

Niraj Patel