એક ભક્ત આવો પણ : જેણે ગણપતિજીને ચઢાવ્યો 10 કિલો સોનાનો મુકુટ, કિંમત જાણી ઉડી જશે હોંશ

સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવની શરૂઆત 10 સપ્ટેમ્બરના રોજ થઇ ચૂકી છે. આ પર્વ મહારાષ્ટ્રમાં ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. જયાં લોકો બપ્પાની મૂર્તિ પોતાના ઘરે બિરાજમાન કરી તેની આરાધના કરે છે. ત્યાં કેટલાક લોકો મંદિર પહોંચી ભગવાન ગણેશના દર્શન કરે છે. આ વચ્ચે પુણેના એક શ્રદ્ધાળુની ભક્તિ આ સમયે ચર્ચાનો વિષય બની છે.

મહારાષ્ટ્રના પૂણેમાં દગડૂ શેઠ હલવાઇ ગણપતિને આ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન એક ભક્તે 10 કિલો સોનાનો મુકુટ ભેટ કર્યો છે. ખાસ વાત તો એ છે કે, આ ભક્તે તેનું નામ પણ ગોપનીય રાખ્યુુ છે. આજતકના રીપોર્ટ અનુસાર દગડૂ શેઠ હલવાઇ ગણપતિમંડળના એક ટ્રસ્ટીએ જણાવ્યુ કે, પુણે શહેરના એક ઉદ્યોગપતિએ ચઢાવાના રૂપમાં સોનાનો મુકુટ ભેટ કર્યો છે.

આ મુકુટની ખાસિયત એ છે કે આના પર ખૂબ જ સુંદર કારીગરી કરવામાં આવી છે અને આ કારીગરીમાં ભગવાન શંકર અને માતા પાર્વતીનું ચિત્ર બનેલુ છે. આ ઉદ્યોગપતિનું નામ ગોપનીય રાખવા માટે કહેવામાં આવ્યુ છે. આ માટે મંદિરના ટ્રસ્ટે આ દાનવીર ભક્તનું નામ જણાવ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે, બજારના ભાવ અનુસાર, આ 10 કિલો સોનાના મુકુટની કિંમત આશરે 5 કરોડ રૂપિયા થાય છે. માત્ર સોનાની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા અને કારીગરીની કિંમત 80 લાખ રૂપિયા થાય છે.

Shah Jina