ઘરમાં ભૂલથી પણ ન લાવો ગણપતિની આવી મૂર્તિ, બાપા થશે કોપાયમાન

ગણેશ સ્થાપના કરતી વખતે આ વાતનું રાખો ધ્યાન

ભગવાન ગણેશને સુખ, સમૃદ્ધિ અને વૈભવના પ્રતીક માનવામાં આવે છે. ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવાથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાતી નથી અને ઘર હંમેશા સુખથી ભરેલું રહે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરતા પહેલા ઘણી સાવધાની રાખવી જોઈએ. ચાલો આપણે જાણીએ કે ઘરમાં ગણેશજીની સ્થાપના ક્યાં અને કેવી રીતે કરવી જેથી ઘરમાં હમેશા સુખ અને સમૃદ્ધિ રહે.

દિશાનું ધ્યાન રાખો : ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ગણેશજીની સ્થાપના કરવી સૌથી શુભ માનવામાં આવે છે. પૂજા માટે ઘરના ઉત્તર-પૂર્વ ખૂણા વધુ સારા છે. તમે ગણેશજીને ઘરની પૂર્વ કે પશ્ચિમ દિશામાં પણ મૂકી શકો છો. મૂર્તિ મૂકતી વખતે, ધ્યાન રાખો કે ભગવાનના બંને પગ જમીનને સ્પર્શી રહ્યા હોય. આનાથી સફળતા તમારા દ્વાર પર આવશે. ભગવાન ગણેશને ક્યારેય ઘરની દક્ષિણ દિશામાં ન રાખવા જોઈએ. ઘરમાં જ્યાં પણ પૂજા સ્થળ હોય ત્યાં શૌચાલય કે ગંદકી ન હોવી જોઈએ.

બેઠેલા ગણેશજીની મૂર્તિ ન સ્થાપિત કરો : જો તમે તમારી ઓફિસ કે કામના સ્થળે ગણેશજીની મૂર્તિ રાખવા માંગો છો, તો હંમેશા ધ્યાનમાં રાખો કે તે ભગવાન ગણેશની બેઠેલી મુદ્રામાં ન હોવી જોઈએ. બેઠેલા ગણેશજી યોગ્ય જગ્યા તમારા ઘરમાં છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ગાયના છાણમાંથી બનાવેલ ગણેશને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમને ઘરમાં રાખવાથી ઘરમાં ક્યારેય દુ:ખ નથી આવતું.

ગણેશજીની સૂંઢનું ધ્યાન રાખો : હંમેશા તમારા ઘરમાં તે જ ગણેશ લાવો જેની સૂંઢ ડાબી તરફ નમેલી હોય. તમારા પૂજા ઘરમાં ગણેશજીની એક જ મૂર્તિ રાખો. બે કે તેથી વધુ ગણેશજી રાખવાથી તેમની પત્ની રિદ્ધિ-સિદ્ધિ ગુસ્સે થાય છે.

કેવા પ્રકારની મૂર્તિ હોવી જોઈએ: ઘરમાં ક્રિસ્ટલના ગણેશજીની મૂર્તિ રાખવાથી તમામ વાસ્તુ દોષો દૂર થાય છે. તમે ઘરમાં નાની ક્રિસ્ટલની મૂર્તિ પણ રાખી શકો છો. તો બીજી બાજુ, હળદરથી બનેલ ગણેશજી મૂર્તિ તમારું નસીબ ચમકાવે છે. ઘરમાં હળદરના ગણેશ રાખવાથી નસીબ ક્યારેય તમારો સાથ નથી છોડતું.

મોદક અને ઉંદર તો હોવા જ જોઈએ : જ્યારે પણ તમે ગણેશજીની મૂર્તિ લેવા જાવ ત્યારે ઘરે તે જ મૂર્તિ લાવો જેમાં મોદક(લાડું) અને ગણેશજીનું વાહન ઉંદર હોય, નહીં તો તે મૂર્તિ અધૂરી જ રહેશે. તમે ગણેશજીને લાકડાના ટેબલ પર પણ રાખી શકો છો અને તેમના ચરણમાં એખ કટોરી ચોખા ચઢાવવાથી તમારું નસીબ તમારો સાથ આપશે.

પીપળના ઝાડ નીચે રાખો : ભગવાન ગણેશને પીપળ, આંબા અને લીમડાના ઝાડ નીચે રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. જો તમારા ઘરમાં અથવા બહાર કોઈ વૃક્ષ હોય તો તમે ત્યાં ગણેશજીની સ્થાપના કરી શકો છો.

આ સ્થળોએ મૂર્તિ ન રાખવી : હંમેશા ધ્યાનમાં રાખો કે ગણપતિની મૂર્તિ ક્યારેય ઘરના તે ખૂણામાં ન હોવી જોઈએ, જે બાજુ સૂતી વખતે તમારા પગ રહેતા હોય. ગણેશજીને સીડીની નીચે અથવા નીચે ન રાખો. કારણ કે તે જ સીડી પર તમે ચાલતા હો છો અને તે જગ્યાએ અંધારું પણ હોય છે. આવું કરવું ભગવાન ગણેશનું અપમાન હશે.

 

Patel Meet