ગાંધીનગરમાં 67 વર્ષની વેવાણ 70 વર્ષના વેવાઈ સાથે ચક્કર ચાલુ કર્યું, દીકરાએ મમ્મીની વોટ્સએપ ચેટમાં એવું દેખાયું કે બધાય ફફડી ઉઠ્યા, ખતરનાક સ્ટોરી વાંચો
‘ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કે હો બંધન…’ આ લાઇન ઘણીવાર સાચી પડતી સાબિત થાય છે. કહેવાય છે ને કે, પ્રેમ આંધળો હોય છે અને પ્રેમ ક્યારે ક્યાં અને કોની સાથે થઇ જાય તેની ખબર જ નથી રહેતી. પ્રેમને તો ઉંમર કે જાતિના સીમાડા પણ નડતા નથી, પ્રેમ તો બસ થઈ જાય છે. ઘણા કપલ એવા છે જેમણે ઉંમરને એક નંબર ગણ્યા અને તેઓ પોતાનાથી નાની કે મોટી ઉંમરની વ્યક્તિ સાથે અથવા તો પોતે વૃદ્ધ થયા બાદ પ્રેમમાં પડ્યા. ત્રણેક વર્ષ પહેલા સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
જેમાં વેવાઈ અને વેવાણ એકબીજાની ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા પણ કોઈ કારણથી તેમના માર્ગ અલગ થયા હતા અને અન્ય સાથે લગ્ન કરી લીધા હતા. પણ તેમના બાળકોની સગાઈ થઈ ત્યારે તેમને ફરીથી જૂના દિવસો યાદ આવ્યા અને વેવાઇના દીકરા અને વેવાણની દીકરીના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને પ્રસંગને થોડા જ દિવસની વાર હતી ત્યારે તેઓએ પોતાનું ઘર માંડવાનું નક્કી કર્યું અને ભાગી ગયા. જો કે, આ બાદ બાળકોની સગાઈ તૂટી અને સમાજમાં પણ પરિવારની ઘણી બદનામી થઈ.
વેવાઈ અને વેવાણ વચ્ચે પ્રેમ પ્રકરણ
ત્યારે હાલમાં વેવાઇ-વેવાણના પ્રેમનો કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. ગાંધીનગરના સુખી-સંપન્ન પરિવારમાંથી આવતા વેવાઈ-વેવાણ વચ્ચે પ્રેમ થયો અને ઢળતી ઉંમરે જ્યારે વૃદ્ધો ભગવાનનું નામ લે છે અને ભજન કરે છે ત્યારે તેઓ પ્રેમના ગીતો ગાતા હતા. 67 વર્ષીય વેવાણના દીકરાના લગ્ન 70 વર્ષીય વેવાઈની દીકરી સાથે થયા હતા. જો કે, લગ્ન બાદ તેઓ અમેરિકામાં સ્થાયી થયા. વેવાણ અહીં ગાંધીનગર ઈન્ફોસિટી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં નાના દીકરા સાથે રહે છે.
નાના દીકરાને શંકા જતાં ફોન ચેક કર્યો
પતિના મોત બાદ તેઓ એકલવાયુ જીવન પસાર કરી રહ્યા હતા. ત્યાં પત્નીના મોત બાદ વૃદ્ધ વેવાઇ પણ એકલા થઈ ગયા અને સરકારી નોકરીમાંથી વય નિવૃતિ થતાં તેમનો સમય નહોતો જતો. ત્યારે વેવાઈ અને વેવાણ બંને સુખ દુખની વાતો કરવા લાગ્યા અને ધીમે-ધીમે બંને વચ્ચે વોટ્સએપ અને મોબાઈલ ફોન પર વાત થવા લાગી અને બંને એકબીજાની નજીક આવ્યા. વેવાણ એકલી હોય તો વેવાઈ મળવા પહોંચી જાય અને વેવાઈ વેવાણની ફ્લેટની બહાર આંટાફેરા મારવા લાગ્યા.
વેવાઈ-વેવાણને સમજાવવા લીધી અભયમની મદદ
જો કે, તેમની સાથે રહેતા નાના દીકરાને શંકા જતા એક દિવસ તેણે ફોન ચેક કર્યો અને પછી તે મેસેજ જોઈ ચોંકી ગયો.મોટાભાઈના વેવાઈ સાથે માતા આઈ લવ યુ જેવા મેસેજ જોઇ દીકરાના તો પગ નીચેથી જમીન જ સરકી ગઈ. જો કે, આ અંગે તેણે માતા સાથે વાત કરી અને આ પ્રેમ પ્રકરણનો અંત લાવવા કહ્યું અને ફોન છીનવી લીધો.
જો કે, આટલું થયા બાદ પણ વેવાણે વેવાઈને પોતાના ઘર પાસે રહેલા મંદિરે મળવા બોલાવ્યા અને પછી પોતાની આપવિતી જણાવી. આ દરમિયાન નાના દીકરાએ માતા અને મોટાભાઇના સસરાને રંગેહાથે ઝડપ્યા અને બંનેને સમજવવા 181 અભયમની મદદ લીધી. બંનેનું કાઉન્સેલિંગ કરાતા તેઓ એક વર્ષથી રિલેશનશિપમાં હોવાનો ખુલાસો થયો અને પછી બંનેએ પ્રેમસંબંધનો અંત લાવવાનું લેખિતમાં વચન આપ્યું.