ગાંધીનગરમાં બની દુઃખદ ઘટના, નાનું બાળક સોસાયટીમાં રમી રહ્યું હતું ત્યારે જ કાર ચાલકે કચડી નાખ્યું, વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો

ગાંધીનગરમાં માસુમ બાળકને મળ્યું દુનિયાનું સૌથી દર્દનાક મોત, દરેક માં-બાપ આ જલ્દી વાંચે અને ધ્યાન રાખે…

ગુજરાતમાંથી ઠેર ઠેર ગોઝારા અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે જેમાં ઘણા લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે હાલમાં એક દુઃખદ અકસ્માતની ઘટના ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી સામે આવી છે. જ્યાં એક કાર ચાલકે સોસાયટીમાં રમતા માસુમ બાળકને કચડી નાખતા બાળક મોતને ભેટ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક 42 સોસાયટીમાં 4 વર્ષનું બાળક ગેટ પાસે રમી રહ્યું હતું ત્યારે એક કાર સોસાયટીમાં પ્રવેશતાં  બાળક કાર નીચે આવી ગયું હતું. આ અકસ્માતમાં 4 વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ બાળક પોતાની માતા સાથે મામાના ઘરે આવ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના બની હતી.

આ અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કાર સોસાયટીમાં એન્ટ્રી કરી રહી હતી ત્યારે જ બાળક ગેટ પર રમી રહ્યું હતું. કારના ડ્રાઈવરે બાળકને જોયા વિના કાર ચલાવી હતી. બાળકને કાર ચાલકે ગાડી નીચે કચડી નાખ્યો હતો. સ્વસ્તિક 42 સોસાયટીમાં મામાના લગ્ન હોવાના કારણે બાળક આવ્યું હતું.

મામાના લગ્નનો ઉત્સાહ માસુમ બાળકના મોતના કારણે શોકમાં પરિણમ્યો હતો. ત્યારે કાર ચાલકો માટે પણ આ એક ચેતવણી રૂપ કિસ્સો છે, પોતાના ધ્યાનમાં મગ્ન થઈને કાર ચલાવતા લોકોએ પણ ચેતવા જેવું છે તો બીજી તરફ વાલીઓએ પણ પોતાના બાળકો આ રીતે જયારે ખુલ્લામાં રમતા હોય ત્યારે તેમનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

Niraj Patel