ગાંધીનગરના પ્રેમીએ પ્રેમિકા પાછળ ખર્ચી નાખ્યા 18 લાખ, અંતે પ્રેમિકાએ કર્યું એવું કે પ્રેમીને કેનાલમાં કૂદીને આપી દેવો પડ્યો જીવ

“મારે તને છેલ્લીવાર મળવું છે !” પ્રેમિકાને એવો મેસેજ કરીને ગાંધીનગરના યુવાને કેનાલમાં ઝંપલાવ્યું, સ્વરૂપવાન પ્રેમિકા ભૂગર્ભમાં, દાગીના આપીને કર્યો કાંડ

સમગ્ર રાજ્યમાંથી આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ ગાંધીનગરમાંથી પણ પ્રેમમાં હતાશ થેયેલા એક યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગરનાં ન્યુ વાવોલ 303 સંકલ રેસીડેન્સીમાં રહેતા અને વાવ મુકામે બ્લુ બેલ એક્ઝોટિકા કોમ્પલેક્ષમાં શાકભાજીનો ધંધો કરતા 28 વર્ષીય વિપુલ ભોગીલાલ પટેલે છ દિવસ અગાઉ ખોરજ નર્મદા કેનાલમાં આપઘાત કરીને જીવનનો અંત આણી લીધો હતો. હવે આ આપઘાતના પ્રકરણમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે.

યુવકના આપઘાત બાદ મૃતકનાં ભાઈ નવનીતે સેકટર 7 પોલીસ મથકમાં સેકટર 4 /સી પ્લોટ નંબર 667/1 માં ભાડાના રહેતી મૃતકની પ્રેમિકા રીન્કુ ઉર્ફે રીના રમેશભાઈ માલાણી વિરુદ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદના આધારે જાણવા મળ્યું હતું કે પ્રેમિકાએ યુવક પાસેથી રૂપિયા પડાવી લીધા હતા.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી પ્રમાણે વિપુલના એક મિત્ર દ્વારા તેની રીન્કુ સાથે એક વર્ષ અગાઉ ઓળખાણ થઇ હતી. રિન્કુના છૂટાછેડા થઇ ચુક્યા હતા અને તેને એક દીકરી પણ હતી. તે ગાંધીનગરના સેક્ટર ચારમાં ભાડે ઘર રાખીને રહેતી હતી. તેના પિતા તેની બહેન સાથે વિદેશમાં રહેતા હતા.

વિપુલે રીન્કુ સાથેના સંબંધોની વાત પોતાના ઘરે પણ કરી હતી, અને તેના પરિવાર દ્વારા મૂક સહમતી પણ આપવામાં આવી હતી. જેના બાદ રીન્કુ અવાર નવાર વિપુલ પાસેથી પૈસા પડાવવાનું પણ શરૂ કર્યું હતું. મળતી માહિતી અનુસાર રિન્કુએ વિપુલ પાસેથી અત્યાર સુધી કુલ 18 લાખ જેટલી રકમ પડાવી લીધી હોવાનું પણ સામે આવ્યું છે.

રીન્કુ અને વિપુલ વચ્ચે કોઈ બાબતે અણબનાવ થતા તેમની વચ્ચે બ્રેકઅપ પણ થઇ ગયું હતું. છેલ્લે વિપુલ દ્વારા પરિવારની જાણ બહાર તેની માતાના ઘરેણાં પણ સરગાસણ વાળા કનુભાઇ પાસે આશરે પંદર દિવસ માટે ગીરવે મૂકીને પણ પૈસા રીન્કુને આપ્યા હતા. જો કે રીન્કુ દ્વારા પૈસાની સતત માંગણી કરવામાં આવતા અને માથે દેવું પણ ધીમે ધીમે વધી જતાં વિપુલ નાસીપાસ થઇ ગયો હતો. ત્યારે રીન્કુ પણ તેને પૈસા નહીં આપે તો સંબંધો કાપી નાખવાનું કહી બ્લેક મેઇલ કર્યા કરતી હતી.

તો બીજી તરફ રિન્કુના પ્રેમમાં આંધળા બનેલા વિપુલને રીન્કુ સિવાય કઈ દેખાતું જ નહોતું, રીન્કુ વારંવાર તેની સાથે બ્રેકઅપ કરવાનું કહીને પૈસા પડાવતી હતી. વિપુલના માથે દેવું પણ વધવા લાગ્યું હતું અને જયારે તે રિંકુને પૈસા નહોતો આપી શકતો ત્યારે રીન્કુ તેને લગ્ન પછી તું મારા ઉપર એક પૈસાનો પણ વિશ્વાસ નહીં કરે એમ કહીને ઈમોશનલ બેલ્ક મેઈલ કરતી હતી.

આ બધાથી કંટાળીને વિપુલે કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. વિપુલે કેનાલમાં આપઘાત કરવા જતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. જે તેની માસીને પલંગ પરથી મળી આવતા તેમણે નાના ભાઈ નવનીતને જાણ કરતા સૌ મિત્રો વિપુલને શોધવા નીકળી પડ્યા હતા. તે દરમિયાન તેઓએ વિપુલનો ફોન પણ ચેક કર્યો હતો. જેમાં રીન્કુને વોટ્એપ કરીને વિપુલએ મેસેજ કર્યો હતો કે ” મારે દસ મિનિટ માટે છેલ્લી વખત મળવું છે”. આથી વિપુલ સેકટર 4 માં ગયો હશે એવી શંકા રાખી બે મિત્રો ત્યાં પહોંચ્યા હતા. પણ રિન્કુએ ગુંડા જેવા આવી જાવ છો વિપુલ અહીંયા આવ્યો નથી. તેઓ ઉદ્ધત ભાષામાં જવાબ આપી દીધો હતો.

વિપુલની લાશ ખોરજ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. આ બનાવની જાણ કોઈ રીતે રીન્કુને થઈ જતાં તે સરગાસણવાળા કનુભાઈ પાસેથી ગીરવે મૂકેલા દાગીના લઈને વિપુલના મિત્ર નિતીન સોનીનાં ઘરે જઈને આપી આવી હતી. વિપુલના મૃતદેહને તેના વતન માણસા સોજા લઈ જવાય તે પેહલા જ રીન્કુ દિલસોજી પાઠવવા ત્યાં પહોંચી ગઈ હતી. પરંતુ પરિવારને ચિઠ્ઠી મળી આવી હોવાથી તેની સાથે બધાએ વાત કરવાનું ટાળ્યું હતું. બાદમાં રીન્કુ તેની સાથે આવેલા અજાણ્યા યુવક સાથે કારમાં બેસીને ગાંધીનગર આવવાનાં બદલે બીજે તરફ જતી રહી હતી. હવે પોલીસ રિંકુને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Niraj Patel