ગુજરાતી કલાકારો હાલમાં પોતાના વેકેશનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓ કિંજલ દવે અને ઉર્વશીબેન રાદડિયા દુબઈના પ્રવાસે ગયા હતા, તો કચ્છી કોયલ તરીકે નામના મેળવેલ ગાયિકા ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકાના પ્રવાસ ઉપર છે, ત્યારે હવે વધુ એક ગાયક દુબઇ પહોંચ્યા છે.
ગુજરાતના લોકપ્રિય ગાયક અને ભુવાજી તરીકે ગુજરાતના દરેક ઘરમાં પોતાનું આગવું નામ બનાવી ચૂકેલા ગમન સાંથલ હાલ પોતાના પરિવાર સાથે દુબઇ પહોંચ્યા છે, જ્યાં તેમની સાથે તેમની પત્ની અને દીકરી પણ છે. આ દરમિયાન ગમન સાંથલની ઘણી બધી તસવીરો પણ સામે આવી છે.
ગમન સાંથલની દુબઈમાંથી સામે આવેલી તસવીરો ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ શેર કરી રહ્યા છે, આ તસવીરો ખુબ જ વાયરલ પણ થઇ રહી છે અને તેમના ચાહકો તેમની આ તસવીરો ઉપર ભરપૂર પ્રેમ વરસાવતા પણ જોવા મળી રહ્યા છે.
ગમન ભુવાજીની આ તસ્વીરોમાં દુબઈનો સુંદર નજારો બતાવી રહ્યા છે. તેમને ઘણી તસવીરો હોટલના રૂમમાંથી અને દુબઈની અલગ અલગ જગ્યાઓ ઉપરથી શેર કરી છે. આ તસ્વીરોમાં તે પત્ની અને દીકરી સાથે મસ્તી ભરેલી ક્ષણો વિતાવતા અને પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે.
ચાહકો પણ ગમન સાંથલના આ પ્રવાસથી ખુબ જ ખુશ છે અને તેમની તસવીરોની કાગડોળે રાહ પણ જોતા જોવા મળી રહ્યા છે. ગમન ભુવાજી પણ પોતાના ચાહકોને નિરાશ નથી કરતા અને તેઓ પણ તેમના સોશિયલ મીડિયામાં અને પોતાની સ્ટોરીમાં આ દુબઇ પ્રવાસની શાનદાર તસવીરો શેર કરતા રહે છે.
સામે આવેલી ઘણીબધી તસ્વીરોમાં તે દુબઇના રણમાં મોજ કરતા જોવા મળી રહ્યા છે. તેમને દુબઇ સફારીનો પણ આનંદ માણ્યો હતો. જેની પણ કેટલીક તસવીરો સામે આવી છે. આ ઉપરાંત તે પત્ની સાથે પણ દુબઈના રણમાં રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ગમન સાંથલ ગુજરાતનું એક ખુબ જ મોટું નામ છે. તેમના ગીતોના ચાહકો દીવાના છે અને તેમનું ગીત આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે, તેમના નવા ગીતની પણ ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે.
ગમન સાંથલે તેમના જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે અને પોતાના સંઘર્ષ અને મહેનતથી તેઓ આજે આ મુકામ ઉપર પહોંચ્યા છે, પહેલા તે નાના નાના કાર્યક્રમોમાં કરતા હતા પરંતુ આજે તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય છે અને તેમના કાર્યક્રમોને માણે છે.
ગમન ભુવાજી આજે ના માત્ર ગુજરાતમાં જ કાર્યક્રમો કરે છે પરંતુ દેશ વિદેશોમાં પણ પોતાના અવાજના જાદુથી ચાહકોને મંત્રમુગ્ધ કરતા હોય છે. ગમન સાંથલની પત્નીનું નામ મિત્તલ છે અને તે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. પોતાના આ દુબઇ પ્રવાસની ઘણી તસવીરો તેમને પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે.