ગજબનો જુગાડ : મેટ્રોમાં સીટ મેળવવા માટે આ યુવકે કર્યો એવો જુગાડ કે હસીને લોથપોથ થઇ જશો, જુઓ વીડિયો

ફની વીડિયો : ભરેલી મેટ્રોમાં સીટ મેળવવા માટે એક વ્યક્તિએ લગાવ્યો ગજબ જુગાડ, જોઇને માથુ ચકરાઇ જશે

આજ-કાલ ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ઘણા લોકોના જુગાડ કરતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, ત્યારે હાલ એક એવા યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે મેટ્રોમાં સીટ મેળવવા માટે જુગાડ કરે છે.

જો તમે મેટ્રો કે ટ્રેનમાં સફર કરી હશે તો તમને ખ્યાલ હશે કે સીટ મેળવવા ઘણી મહેનત કરવી પડે છે. કેટલીક વાર ભીડ વધારે હોય તે સીટનો જુગાડ કરવો ઘણો મુશ્કેલ થઇ જાય છે અને લાંબુ સફર પણ ઊભા ઊભા જ કરવુ પડે છે. કયારેક કેટલાક લોકો સીટ મેળવવા માટે કારનામા કરે છે અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.

હાલ એક એવો જ વીડિયો વાાયરલ થઇ રહ્યો છે. આ  વીડિયોને સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર Tube Indianના નામના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ ભરેલી મેટ્રોમાં ઊભા રહી સફર કરી રહ્યો છે, તે થાકી જાય છે અને સીટ મેળવવા માટે જુગાડ કરે છે.

ભીડમાં તે વ્યક્તિ અચાનકથી કાંપવા લાગે છે અને તેની હાલત જોઇ સીટ પર બેઠેલી મહિલાઓ ઊભી થઇ જાય છે અને પાછળથી એક મહિલા તે યુવકની ટોપી સીટ પર મૂકી દે છે. તે બાદ તે સીટ પર બેસી તેની કેપ પહેરી લે છે અને થોડી વાર નોર્મલ રહ્યા બાદ તે ફરી કાંપવા લાગે છે. મેટ્રોમાં બેઠેલા  કેટલાક લોકો તેની આ હરકત જોઇ ગભરાઇ જાય છે તો કેટલાક લોકો હસવા લાગે છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયો.

Shah Jina