ગ્રીષ્માની અંતિમ યાત્રામાં આખું સુરત હીબકે ચઢ્યું, માતા-પિતા ચોંધાર આંસુએ રડી પડ્યા, સોશિયલ મીડિયામાં લોકો પણ થયા ભાવ વિભોર, જુઓ

સુરતના  કામરેજ પાસોદરામાં માસુમ ગ્રીષ્માની છડેચોક ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી. ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણી સુરતમાં કપલ બોક્સ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ પોલીસ દ્વારા સુરતમાં ચાલતા કપલ બોક્સમાં રેડ પાડી અને ગોરખ ધંધા પર્દાફાશ કરવામાં આવતો હોય છે હવે આવા કપલ બોક્સ ઉપર સુરત પોલીસ કાર્યવાહી કરવા જઈ રહી છે. સુરતની અંદર છેલ્લા ઘણા સમયથી સ્પા અને મસાજ સેન્ટર ઉપરાંત કપલ બોક્સમાં ચાલતા ગોરખ ધંધાને પોલીસ દ્વારા રેડ પાડીને સામે લાવવામાં આવે છે.

આ મામલે સુરતના અગ્રણીઓ દ્વારા ગ્રીષ્માની ઘટનાને ધ્યાનમાં લઈએં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ કમિશ્નરને આવા સ્પા સેન્ટરો, હુક્કાબાર, કપલ બોક્સ બંધ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સુરતમાં બનેલી ખુબ જ દયનિય ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારી ગ્રીષ્માની આજે અંતિમ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને તમામ લોકોએ ગ્રીષ્માને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ ગ્રીષ્માની અંતિમ યાત્રાની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને જોઈને લોકો પણ ભાવ વિભોર થઇ રહ્યા છે.

ગત 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. જેનો રોષ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માના પિતા આફ્રિકા હોવાના કારણે બે દિવસથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નહોતા, પરંતુ પિતાના આવતા જ દીકરીની અંતિમ યાત્રા યોજાઈ, ગ્રીષ્માના પિતા પણ તેના મોતથી અજાણ હતા અને જયારે તેમને દીકરીના મોતના સમાચાર સાંભળ્યા ત્યારે તેમનું પણ હૈયું કંપી ઉઠ્યું હતું.

ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઇ ગઈ છે અને તેના માતા-પિતા પોતાની વ્હાલસોયી દીકરીના નિધનથી તૂટી ચુક્યા છે અને ચોંધાર આંસુએ રડી રહ્યા છે. સમાજના લોકો પણ ભીની આંખે ગ્રીષ્માને શ્રધાંજલિ આપવા પહોંચી રહ્યા છે.

ગ્રીષ્માની અંતિમ યાત્રાની લઈને આખી સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે, મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવી રહી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આખા વિસ્તારની અંદર જિલ્લા પોલીસનો કાફલો ખડેપગે ઉભો છે. તો સુરત બોર્ડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે. તો ઘણા ખાનગી વાહનો ઉપર ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપતા અને તેની અંતિમ યાત્રામાં જવાના પોસ્ટર લાગેલા છે.

ગ્રીષ્માની અંતિમ યાત્રા શરૂ થતા પહેલા પણ ઘણા ભાવુક કરી દેનારા દૃશ્યો સર્જાયા હતા, ગ્રીષ્માના પાર્થિવ દેહને તેના માતા-પિતા છોડવા માટે તૈયાર નહોતા, તેને બાથ ભરીને આક્રંદ કરી રહ્યા હતા, ગ્રીષ્માના માતા પિતાનું આવું હૈયા ફાટ રુદન જોઈને ત્યાં ઉપસ્થિત સૌ લોકોની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા.

ગ્રીષ્માના પરિવાર દ્વારા આરોપી ફેનિલને ફાંસીના માચડે ચઢાવી દેવાની માંગણી કરવામાં આવી છે તો લોકો પણ આરોપીને ફાંસી થાય તેવી માંગ કરી રહ્યા છે. સ્મશાનમાં આવેલા લોકોએ પણ ગ્રીષ્માના હત્યારાને ફાંસી થાય તેવી માંગણી કરી હતી, ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી તે જ જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી.

તો શહેરના રસ્તા ઉપર નીકળેલી ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઘણા લોકો બાઈક અને કાર સહીત અન્ય વાહનો લઈને આ સ્મશાન યાત્રામાં સામેલ થયા હતા. રસ્તા ઉપર બે કિલોમીટર જેવી લાઈનો લાગેલી હતી. જેના કારણે પોલીસને પણ રસ્તાને એક તરફથી બંધ કરી દેવાની ફરજ પડી હતી.

ત્યારે આ મામલામાં સુરત પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતીકે છેલ્લા એક મહિનાથી કપલ બોક્સ બંધ કરવાની કામગીરી ચાલી રહી છે. આ બાબતે સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે શહેર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા સ્પા ઉપર રેડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તો પોલીસ કમિશ્નર અજય તોમરે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સમાજના આગેવાનોની રજૂઆતની ગંભીર નોંધ લઇ “નો dg ઇન સુરત સિટી” અભિયાનને તમામ સમાજને સાથે જોડીને વધુ વેગવાન બનાવવામાં આવશે. કપલ બોક્સ મુદ્દે છેલ્લા એક-દોઢ મહિનાથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

તો આ મામલામાં હવે સુરત પોલીસ પણ સજાગ બની છે અને પોલીસ સ્ટેશનમાં PIને મળવા માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં PI સવારે 11થી 12 વાગ્યા સુધી અરજદારોને મળવા માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે. જો કોઈપણ કારણોસર PIને બહાર જવું પડે તો તેમની બાદના સિનિયર અધિકારી આ કામગીરી જોશે. આ સિવાય સાંજે 5થી 6 વાગ્યા સુધી PI ફરીથી પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સુરતમાં જાહેરમાં હત્યા થયેલી આ ઘટના પછી આજે ગ્રીષ્માની અંતિમયાત્રા પોલીસ-બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. ઘરની બહાર નીકળીને સેંકડો લોકોએ ગ્રીષ્માના પાર્થિવદેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી, સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે એવી પણ માગ લોકોએ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સ્મશાનમાં આવેલા સેંકડો લોકોએ દીકરીના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય એવી માગ કરી હતી. ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી જે જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી. ગુજરાતમાં દીકરીઓ સલામત ન હોવા પર લોકોએ કહ્યું હતું કે દીકરીઓ ડર વગર ઘરની બહાર નીકળી શકે એ માટે આકરી સજા થાય એ જરૂરી છે

Niraj Patel