હરણી બોટ દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકની અંતિમ યાત્રામાં પરિવારનું હૈયાફાટ રુદન જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે, જુઓ વીડિયો

Funeral of child of boat accident : ગતરોજ વડોદરામાં બનેલી બોટ દુર્ઘટનાથી આખો દેશ શોકના માહોલમાં ગરકાવ થઇ ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જેમાંથી 14 તો માસુમ બાળકો હતા અને 3 શિક્ષકો. આ તમામ વડોદરાના હરણી લેક પર ફરવા માટે ગયા હતા અને ત્યાં બોટિંગ કરવા દરમિયાન બોટ પલટી ગઈ અને પછી તમામ લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા. ત્યારે હવે મૃતકોના અંતિમ વિધિ પણ થઇ રહ્યા છે અને તેના પણ કરુણ દૃશ્યો સામે આવી રહ્યા છે.

પરિવારનું હૈયાફાટ રુદન :

જે બાળકોએ હજુ દુનિયાને સારી રીતે જોઈ પણ નહોતી ત્યાં જ એમની જિંદગી છીનવાઈ ગઈ. ત્યારે તેમના નિધનથી તેમના પરિવાર માથે પણ જાણે આઘાત લાગ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. પરિવારના સભ્યો પોતાના માસુમ ભૂલકાને આ રીતે મૃત જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે અને તેમનું હૈયાફાટ રુદન કોઈનું પણ કાળજું કંપાવી દે તેવું છે.

રૂંવાડા ઉભા કરી દેનારો નજારો :

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બાળકની અંતિમ વિધિ ચાલી રહી છે, અને આ દરમિયાન પરિવારજનો તેની નનામી લઈને જતા હોય છે ત્યારે જ તેની માતા હૈયાફાટ રુંદન કરતા ઘરની બહાર આવે છે અને આ નજારો જોઈને કોઈના પણ હૈયા કંપારી ઉઠે. આ તો ફક્ત એક જ બાળકની અંતિમ યાત્રા છે હજુ તો બીજા 13 બાળકોની અંતિમ યાત્રામાં પણ કેવો માહોલ સર્જાયો હશે તેની કલ્પના કરતા જ હૈયું ધ્રુજી ઉઠે છે.

માનવ બેદરકારીના કારણે સર્જાઈ દુર્ઘટના :

આ સમગ્ર ઘટના માનવ બેદરકારીના કારણે સર્જાઈ છે. હોડી ચલાવનાર પણ પ્રોફેશનલ નહોતો, સેવ ઉસળ વેચવા વાળાને બોટ ચલાવવાનું સોંપી દેવામાં આવ્યું. સાથે જ 14 લોકો જે બોટમાં બેસી શકે એ બોટમાં 30 પણ વધારે લોકોને બેસાડી દેવામા આવ્યા અને તેમને લાઈફ જેકેટ પણ આપવામાં ના આવ્યા. બોટના આગળના ભાગમાં પાણી ભરાઈ જવાના કારણે આખી જ બોટ પલટાઈ ગઈ અને 17 લોકોના દુઃખદ મોતથી આખો દેશ કમકમી ઉઠ્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel