દુકાનનો માલ વેચવા માટે કોઈ કેટલી હદ સુધી જઈ શકે છે? આ માણસ કઈંક અલગ જ લેવલનો છે

ફૂડ વેન્ડર્સ કે નાની દુકાનદારો પાસે સામાન વહેંચવા માટેનો પોતાનો અલગ જ ઉપાય હોય છે.જ્યા કેટલાક આકર્ષક ગીતો ગાય છે તો કેટલાક ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વિચિત્ર અતરંગી હરકતો કરે છે.માર્કેટમાં તેઓ જોર જોરથી બૂમો પાડે છે અને રસ્તા પર ચાલતા લોકોને  ઈશારો કરીને પોતાની દુકાનોમાં બોલાવે છે, અમુક તો ગ્રાહકોના હાથ પકડીને પણ દુકાનોમાં ખેંચી લાવે છે.ઘણા ફૂડવેન્ડર્સ જીંગલ ગાઈને પણ રાતોરાત ફેમસ બની ગયા હતા. જેમ કે ભુવન નામના ફૂડ વેન્ડર્સે એક સમયે કાચા બદામ ગાયું હતું, જેના બાદ આ ગીતને ખુબ પ્રેમ મળ્યો હતો અને તે ખુબ વાયરલ પણ થયું હતું.

લોકો તેના પર ખુબ રીલ્સ પણ બનાવવા લાગ્યા હતા.એવામાં સોશિયલ મીડિયા પર આવો જ એક લારી પર ફ્રૂટ વહેંચનારનો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને તમે તમારું હસવાનું રોકી નહિ શકો. આ વિડીયો રેડિટ પર અપલોડ કરવામાં આવ્યો છે જેમાં એક ફ્રૂટ વેપારી ફળ વહેંચવા માટે રસ્તા પર જોર જોરથી બૂમો પાડતો અને ચેહરાના અતરંગી ઈશારા કરતો અને મજાકિયા અંદાજમાં દેખાઈ રહ્યો છે. રેડિટ યુઝરે વિડીયો શેર કરીને કેપ્શનમા લખ્યું કે,”જો મારો ફ્રૂટ ડીલર ફળો માટે આટલો શાંત છે, તો મારે ફળ નથી જોતા”.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

વીડિયોમાં ફળ વિક્રેતા પપૈયા અને તરબૂચ કાપતો દેખાઈ રહ્યો છે, ગ્રાહકોને આકર્ષિત કરવા માટે તે પોતાનો ચહેરો એકદમ વિચિત્ર બનાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે ફળો પાકેલા છે, જુઓ ફળ એકદમ લાલ છે. આ સાથે તે અતરંગી એક્સપ્રેશન આપી રહ્યો છે અને વાસણોને પોતાના માથા પર પણ મારી રહ્યો છે. તેની આસપાસ અમુક લોકો પણ ઉભેલા છે જે ફ્રૂટ વિક્રેતાની આવી હરકતો પાર હસી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઇ ચુક્યા છે અને લોકો વીડિયો પર ખુબ ફની કમેન્ટ્સ કરી રહ્યા છે.

Krishna Patel