શ્વાન અને દેડકાની આવી લડાઈ આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોઈ હોય, જુઓ આખરે કોની થઇ જીત ? વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયામાં રોજ હજારોની સંખ્યામાં વીડિયો વાયરલ થતા હોય છે. વાયરલ વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળે છે જે હેરાન કરી દેતી હોય છે અને તેમાં પણ પ્રાણીઓને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. ત્યારે હાલ એક દેડકા અને શ્વાનની લડાઈનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આપણે પ્રાણીઓની લડાઈના ઘણા વીડિયો વાયરલ થતા જોયા હશે, પરંતુ આ દેડકા અને શ્વાનનો વીડિયો જે વાયરલ થઇ રહ્યો છે તે થોડો હટકે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દેડકા અને શ્વાન વચ્ચે જબરદસ્ત લડાઈ થઇ રહી છે. ત્યારે બધાને એમ જ લાગશે કે દેડકો ખુબ જ નાનું પ્રાણી છે અને શ્વાન મોટું પ્રાણી ત્યારે આ લડાઈમાં શ્વાનની જીત થતી હશે, પરંતુ ના આ વીડિયોની અંદર શ્વાન ઉપર દેડકો હાવી થતો જોવા મળે છે.

વાયલર વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક દેડકો શ્વાનને હેરાન કરી રહ્યો છે. તે બન્ને વચ્ચે જબરદસ્ત ફાઇટ પણ ચાલી રહી છે અને દેડકો શ્વાન ઉપર વધુ હાવી થતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોઈને યુઝર્સ અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોને દેડકા અને શ્વાનની આ ફાઇટ જોવામાં મજા આવી રહી છે, તો ઘણા લોકો દેડકાને ખુબ જ ચતરૂ પણ ગણાવી રહ્યા છે. પરંતુ આ વીડિયોમાં એક સારી બાબત એ પણ છે કે શ્વાન દેડકાને મારતો નથી, જે પણ યુઝર્સને ખુબ જ પસંદ આવ્યું છે અને તે એટલે જ શ્વાનની પણ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel