લો બોલો… મહેન્દ્ર સિંહ ધોનીના નજીકના મિત્રએ જ ધોનીને લગાવ્યો અધધધ કરોડનો ચૂનો… આખરે માહીએ કર્યો દાખલ, જુઓ

મહેન્દ્ર સિંહ ધોનીના સૌથી નજીકના મિત્ર અને તેના બિઝનેસ પાર્ટનરે આ રીતે લગાવી દીધો ધોનીને કરોડોનો ચૂનો, આખરે કરવો પડ્યો કેસ, જાણો સમગ્ર મામલો

Friend cheated with Mahendra Singh Dhoni : ક્રિકેટના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે, અને ક્રિકેટ તેમજ ક્રિકેટર સાથે જોડાયેલી એક એક અપડેટ જાણવામાં ચાહકોને ખુબ જ રસ હોય છે, જયારે વાત ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની વિશેની હોય ત્યારે ચાહકો તેના પર ખુબ જ ધ્યાન આપતા હોય છે. હાલ ધોનીને લઈને એક એવિઓ જ ખબર સામે આવી રહી છે. ધોનીના એક નજીકના મિત્રએ જ ધોની સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે, જેના બાદ તેના વિરુદ્ધ ધોનીએ કેસ નોંધાવ્યો છે.

ધોનીનો મિત્ર અને પાર્ટનર રહી ચુક્યો છે :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશવશ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો છે. માહિર દિવાકર ધોનીનો ખાસ મિત્ર રહ્યો છે અને તેનો બિઝનેસ પાર્ટનર પણ રહ્યો છે. મિહિરે ધોની સાથેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

દેશભરમાં ખોલવાની હતી એકેડમી :

હકીકતમાં, મિહિર દિવાકરે વિશ્વભરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે 2017માં મહેન્દ્ર સિંહ ધોની સાથે કરાર કર્યો હતો. પરંતુ દિવાકરે કરારમાં દર્શાવેલ શરતોનું પાલન કર્યું ન હતું. આ કિસ્સામાં, અર્કા સ્પોર્ટ્સે ફ્રેન્ચાઇઝ ફી ચૂકવવાની હતી. કરાર હેઠળ, નફો વહેંચવાનો હતો, પરંતુ કરારના તમામ નિયમો અને શરતોનો ભંગ કરવામાં આવ્યો હતો.

માહીએ કેસ કર્યો દાખલ :

મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ, 2021ના રોજ આર્કા સ્પોર્ટ્સમાંથી ઓથોરિટી લેટર પાછો ખેંચી લીધો હતો. ધોની દ્વારા તેને ઘણી કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નથી.  જેના બાદ ધોનીએ એક લૉ ફર્મ દ્વારા રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ધોનીના વકીલનું કહેવું છે કે અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન સાથે છેતરપિંડી કરી, જેના કારણે 15 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું. હવે ધોનીએ કેસ દાખલ કરવાનું નક્કી કર્યું.

Niraj Patel