સામાન ખરીદવા માટે બજારમાં ગઈ હતી માતા, ઘરે પાછા આવીને જોયું તો 4 વર્ષનું મૃત્યુ પામ્યું હતું…

દરેક માતા-પિતા સાવધાન: બિચારા 4 વર્ષનું દર્દનાક મૃત્યુ થયું- સમગ્ર ઘટના જાણીને આંખ ભીની થઇ જશે

નાના બાળકોની ખુબ જ કાળજી રાખવી પડે છે. જયારે તે એકલા હોય છે ત્યારે કેટલાક એવા એવા કાંડ કરી નાખે છે જેના કારણે તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે અને ઘણીવાર તો જયારે ઘરમાં કોઈ ના હોય અને કોઈ એવી જગ્યાએ તે બાળક ફસાઈ જાય ત્યારે તેમની મદદ પણ કોઈ નથી કરી શકતું અને તેમનો જીવ પણ ચાલ્યો જતો હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આવું જ કંઈક હાલમાં મુંબઈમાં જોવા મળ્યું છે. જ્યાં એક 4 વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. તેની માતાનું કહેવું છે કે તે તેના બાળકને તેના સસરા અને ભત્રીજાની સાથે ઘરે એકલું મૂકીને માર્કેટમાં ગઈ હતી, પરંતુ જયારે તે પરત ફરી ત્યારે બાળક પાણીની ડોલમાં ડૂબેલું હતું. તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યું તે છતાં પણ તેનો જીવ બચાવી શકાયો નહોતો.

આ ઘટના ચેમ્બુરના નાલંદા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. આ દુર્ઘટના મંગળવારે બપોરે થઇ હતી. બાળકની માતાનું કહેવું છે કે તે જયારે ઘરે આવી ત્યારે તેમનો ચાર વર્ષનો દીકરો દેવાંશ ક્યાંય દેખાયો નહોતો. તેને ઘણી બધી જગ્યાએ શોધ્યા બાદ તે બાથરૂમની અંદરથી મળ્યો હતો.

બાળક પાણીથી ભરેલી ડોલની અંદર ડૂબેલું હતું. જેનું માથું બાલ્ટીની અંદર હતું અને પગ બહાર લટકી રહ્યા હતા. બાલ્ટીમાંથી કાઢીને બાળકને તરત સિયોન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું. જ્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું. મેડિકલ રિપોર્ટમાં બાળકનું ડૂબવાનું કારણે મોત થયું છે તે સ્પષ્ટ થઇ ગયું છે. હાલમાં પોલીસ આ મામલામાં આગળની તપાસ કરી રહી છે.

Niraj Patel