દુ:ખદ સમાચાર ! આ જાણિતી મોડલનું થઇ ગયુ નિધન, ચાહકો પર તૂટી પડ્યો દુ:ખનો પહાડ

વધુ એક સેલિબ્રિટીનું થઇ ગયુ આ બીમારીને કારણે મોત, કારણ જાણી ધ્રાસકો લાગશે

જો તમે પણ ટોન્સિલ (કાકડા)ને હળવાશથી લો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. થોડી બેદરકારી તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. 20 જૂન 2022ના રોજ ભૂતપૂર્વ મિસ બ્રાઝિલ ગ્લેસી કોર્રિયાનું ટોન્સિલના ઓપરેશન પછી અતિશય રક્તસ્રાવ અને કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હતુ. ગ્લેસી કોર્રિયાનું એપ્રિલમાં ઓપરેશન થયું હતું. દક્ષિણપૂર્વીય બ્રાઝિલના મકાઈની રહેવાસી ગ્લેસી કોર્રિયાને ઓપરેશનના 5 દિવસ પછી ભારે રક્તસ્ત્રાવ અને હાર્ટ એટેક આવ્યો. જે બાદ તે કોમામાં ચાલી ગઈ હતી.

બે મહિનાથી વધુ સમય કોમામાં રહ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. ગ્લેસીના મોત બાદ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેકેની ફોરેન્સિક મેડિસિન ઈન્સ્ટિટ્યૂટમાં મોકલી આપ્યો હતો. હવે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ગ્લેસી કોર્રિયાને 2018માં મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સ બ્રાઝિલ અને મિસ કોસ્ટા ડો સોલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ગ્લેસીના મોત પછી મિસ બ્રાઝિલના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગ્લેસીને તેની પ્રબુદ્ધ સુંદરતા, હાસ્ય અને સહાનુભૂતિ માટે હંમેશા યાદ કરવામાં આવશે.”

તમને જણાવી દઈએ કે ગ્લેસી સોશિયલ મીડિયા સ્ટાર હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 58.8K ફોલોઅર્સ છે. ર્લેસી કોર્રિયાને મંગળવારના રોજ પરિવાર અને મિત્રો વચ્ચે દફનાવવામાં આવી હતી. ગ્લેસીના ફોલોઅર્સ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેંકડો શોક સંદેશ છોડી રહ્યા છે. ટૉન્સિલની વાત કરીએ તો, તે ગળાની બીમારી છે. આમાં, ગળાની બંને બાજુએ સોજાની સમસ્યા થાય છે. તેના પ્રારંભિક તબક્કામાં મોંની અંદર ગળાની બંને બાજુએ દુખાવો થાય છે. ઘણા કિસ્સામાં તો વારંવાર તાવ આવવાની ફરિયાદ પણ જોવા મળે છે.

આ સિવાય ટૉન્સિલથી બીજી ઘણી સમસ્યાઓ પણ ઉદભવે છે. ડોક્ટરોના મતે ટૉન્સિલ ઘણા અલગ-અલગ કારણોથી થઈ શકે છે. જો તમે ખોરાક ખાતા પહેલા તમારા હાથ બરાબર ન ધોતા હોવ તો પણ તમે આ રોગનો શિકાર બની શકો છો. વાસ્તવમાં, તેનો ચેપ હાનિકારક બેક્ટેરિયાના કારણે ફેલાય છે. ડૉક્ટરો કહે છે કે દરેક વ્યક્તિની લાળમાં અલગ-અલગ બેક્ટેરિયા રહે છે અને ક્યારેક તમારા મોંમાં પ્રવેશતા અન્ય બેક્ટેરિયા ચેપનું કારણ બની શકે છે અને તે ટૉન્સિલને જન્મ આપી શકે છે.

વધુ મરચા-મસાલેદાર વસ્તુઓનું સેવન કરવાથી ટોન્સિલની સમસ્યા પણ થઈ શકે છે. આટલું જ નહીં, કેટલાક કિસ્સાઓમાં, ખૂબ ઠંડુ અથવા ખૂબ ગરમ ખાવાથી પણ આ સમસ્યા થાય છે. દરેક વ્યક્તિએ વધુમાં વધુ પાણી પીવું જરૂરી છે. ડૉક્ટરો કહે છે કે ઓછું પાણી પીવાથી પણ ટૉન્સિલ થઈ શકે છે. ડોકટરોનું કહેવું છે કે ખોરાક ખાતી વખતે ખોરાકના નાના કણો મોંમાં ફસાઈ જાય છે. કોગળા કરવા પર, મોંના કણો દૂર થાય છે, પરંતુ આ કણો ગળા અને પાચન નહેરમાં ચોંટી જાય છે. તેથી, ખોરાક ખાધા પછી 15 મિનિટ પછી પાણી પીવો અને દરરોજ ઓછામાં ઓછું 4-5 લિટર પાણી પીવો.

નિષ્ણાતો કહે છે કે જો ટોન્સિલને કારણે ગળામાં વધુ પડતો સોજો આવે અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ. આ સિવાય ગળામાં દુખાવો અને કંઇ ખાવામાં સમસ્યા,તાવ, માથાનો દુખાવો, કાન અને ગરદનનો દુખાવો, સતત થાક, અનિદ્રા, ઉધરસ, શરદી, તેમજ પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા, અને શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ જો 2-3 દિવસથી વધુ જોવા મળે તો ડૉક્ટરને બતાવવું જોઈએ.

Shah Jina