ભારતની એ જગ્યા જ્યાં પ્રેગ્નેટ થવા આવે છે વિદેશી મહિલાઓ, આખરે શું છે આ ભારતના ગામમાં ખાસ ?
ભારતમાં કેટલીક સંસ્કૃતિઓ આજે પણ સદીઓથી ચાલી રહી છે. દેશમાં કેટલીક એવી જગ્યા છે જેના વિશે લોકો આજે પણ અજાણ છે. કેટલીક એવી જનજાતિ છે જે કેમેરાથી દૂર રહી જીવન ગુજારી રહી છે. આવું જ એક ગામ લદ્દાખમાં છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આ ગામની ખાસિયત છે ત્યાંના પુરુષો, જેનાથી વિદેશી મહિલાઓ પ્રેગ્નેટ થવા માગે છે. તો ચાલો તમને જણાવીએ આ ગામ અને ત્યાંના પુરુષો સાથે જોડાયેલ ચોંકાવનાર હકિકત વિશે.
લદ્દાખ, આમ તો તેની ખૂબસુરતી માટે ઓળખાય છે પણ અહીં કારગિલથી 70 કિલોમીટર દૂર સ્થિત ગામ આર્યન વૈલી અહીંના પુરુષો માટે મશહૂર છે. આ ગામમાં યુરોપથી છોકરીઓ અને મહિલાઓ માં બનવાની ઇચ્છા લઇને આવે છે. પ્રેગ્નેટ થયા બાદ તે પોતાના દેશ પાછી જતી રહે છે. વિદેશી છોકરીઓની આ ચાહત પાછળનું કારણ ખૂબ જ ચોંકાવનારુ છે. ઇતિહાસના પાના પલટવા પર ખબર પડશે કે જ્યારે એલેક્ઝેંડર ધ ગ્રેટ ભારતમાં હાર મેળવ્યા બાદ પરત ફરી રહ્યો હતો ત્યારે તેની સેનાના કેટલાક લોકો આ ગામમાં રોકાયા હતા. તેઓ જ્યાં રોકાયા તે ગામનું નામ આર્યન વેલી હતું.
તેમને બ્રોકોપા જનજાતિના સભ્ય માનવામાં આવે છે અને તે એલેક્ઝેંડર ધ ગ્રેટની સેનાના વંશજ હોવાનું કહેવાય છે. હવે આ જનજાતિ માટે આર્યન વેલી ગામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. યુરોપની મહિલાઓ એલેક્ઝેંડર ધ ગ્રેટ જેવા બાળકની ચાહતમાં આ ગામમાં આવે છે. તે માને છે કે અહીંના પુરૂષો સાથે સંબંધ બાંધીને જો તે પ્રેગ્નેટ થશે તો તે એલેક્ઝેંડર ધ ગ્રેટ જેવા બાળકને જન્મ આપશે. અહીં આવતી યુરોપીયન મહિલાઓ બ્રોકોપા જનજાતિના પુરુષોને તેમની સાથે સંબંધ બાંધવા માટે પૈસા આપે છે.
ગર્ભવતી થયા પછી, સ્ત્રીઓ તેમના દેશમાં પરત ફરે છે. આ લોકોનો પહેરવેશ પણ ઘણો અલગ હોય છે. પુરુષો અને સ્ત્રીઓ બંને રંગબેરંગી અને ખૂબ જ અલગ કપડાં પહેરે છે. એવો દાવો કરવામાં આવે છે કે આજે પણ આર્યન વૈલીમાં બે હજારથી વધુ શુદ્ધ આર્ય જીવિત છે. આશ્ચર્યની વાત તો એ છે કે આજ સુધી આ સમુદાયના લોકો શુદ્ધ આર્ય છે તે દર્શાવવા માટે કોઈ એવું સંશોધન કરવામાં આવ્યું નથી કે ન તો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આમ છતાં જર્મની સહિત યુરોપના અન્ય દેશોની મહિલાઓ અહીં આવી રહી છે કારણ કે તેઓ શુદ્ધ આર્ય બીજ મેળવી શકે જેથી તેમના બાળકોનો દેખાવ તે લોકો જેવો જ હોય. આ કારણથી તેને પ્રેગ્નેંસી ટુરિઝમ નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2007માં Achtung Baby: In Search of Purity નામની એક ડોક્યુમેન્ટ્રી રજૂ કરવામાં આવી હતી જે ફિલ્મ નિર્માતા સંજીવ સિવન દ્વારા બનાવવામાં આવી હતી. તે ડોક્યુમેન્ટ્રીમાં એક જર્મન મહિલા કબૂલ કરે છે કે તે ‘શુદ્ધ આર્ય બીજ’ની ચાહતમાં લદ્દાખ આવી છે. ઘણા અહેવાલોમાં પ્રેગ્નેંસી ટુરિઝમ અંગેના દાવા કરવામાં આવ્યા છે, જો કે ઘણા લોકોનું કહેવું છે કે આ માત્ર તે સમુદાયના લોકોનું નામ કલંકિત કરવાનું ષડયંત્ર છે.