અજાણ્યા લગ્નમાં જાનૈયાઓ સાથે ખૂબ નાચ્યો આ વિદેશી- વીડિયો જોઇ તમે પણ હસી હસીને પાગલ થઇ જશો

અજાણ્યા લગ્નમાં અચાનક ઘુસી ગયો વિદેશી વ્યક્તિ, જાનૈયાઓએ નચાવી નચાવી કરી દીધી હાલત ખરાબ

ભારતના મોટાભાગના લગ્નમાં જાનૈયાઓ ધૂમ ધડાકા કરતા વેડિંગ વેન્યુ પર જાન લઇને પહોંચે છે. આ દરમિયાન જાનૈયાઓ ખૂબ ડાન્સ કરે છે અને ઢોલ નગાડા પર જોશ સાથે ડાંસ કરે છે. કેટલાક લોકોના ડાંસ મૂવ્સ તો એવા હોય છે કે જોનારા જ હેરાન રહી જાય. લગ્નમાં ના માત્ર ડાંસ પણ મ્યુઝિક, ખાવાનું અને એન્જોયમેન્ટ પણ ખૂબ જોવા મળે છે. ડાંસ કોઇ પણ ભારતીય લગ્નનું એક અભિન્ન અંગ છે અને લોકો ડાંસ ફ્લોર પર ત્યાં સુધી નાચે છે, જ્યાં સુધી ડીજે વાળો બંધ ન કરી દે.

ઇન્ટરનેટ પર એવા ઘણા વીડિયો ભરેલા પડ્યા છે, જે લોકોના દિલ ખોલી લગ્નમાં ડાંસના છે. લગ્નમાં નાગિન ડાંસ એકવાર તો જરૂર થાય છે, ઘણા લોકો એવા હોય છે જે અજાણ્યા લગ્નમાં ડાંસનો લુપ્ત ઉઠાવી લે છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવે છે. હાલમાં જ પ્રયાગરાદના એક છોકરાએ અજાણ્યા લગ્નમાં હેલ્મેટ પહેરી ડાંસ કરવાનો વીડિયો સામે આવ્યો હતો, જેને ઘણો જોવામાં આવ્યો હતો. પણ હાલ જે વીડિયો સામે આવ્યો છે,

તેમાં બેલ્જિયમનો એક વિદેશી વ્યક્તિ દેશી અંદાજમાં ભારતીય લગ્નનો લુપ્ત ઉઠાવતો જોવા મળી રહ્યો છે. એડ પીપલ નામના બેલ્જિયમના એક કંટેંટ ક્રિએટરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કેપ્શન લખ્યુ છે- ઇન્ડિયન વેડિંગ. આ વીડિયોની ઉપર ટેક્સ્ટમાં લખ્યુ છે- શું તમે તમારા ફેવરેટ ડાંસ મૂવ્સ શીખવાડી શકો છો. વીડિયોમાં લગ્નના મહેમાનો સાથે વિદેશી વ્યક્તિ ઊભો છે, જે ભારતીય લગ્નમાં પોપ્યુલર અલગ અલગ ડાંસ મૂવ્સ અને પોઝ શીખી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ed People (@ed.people)

જેમ જેમ વીડિયો આગળ વધે છે તે લગ્નમાં દિલ ખોલી નાચવાનું શરૂ કરી દે છે. આ વીડિયોને 3 લાખથી વધુ વ્યુઝ અને 24 હજારથી વધુ લાઇક્સ મળી છે. લોકો કમેન્ટ સેક્શનમાં દિલ અને પ્રેમના ઇમોજી મોકલી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યુ કે આ જોઇ સારુ લાગે છે કે બીજા દેશના લોકો ભારતીય સંસ્કૃતિની સરાહના કરી રહ્યા છે અને તેને અપનાવી રહ્યા છે.

Shah Jina