વિદેશી છોકરીએ ખાસ અંદાજમાં કર્યો હનુમાન ચાલીસાનો પાઠ, સાંભળીને તમે પણ મંત્રમુગ્ધ થઇ જશો, જુઓ વીડિયો

હનુમાન ચાલીસાના પાઠ જયારે થતા હોય છે  કોઈપણ વ્યક્તિ પ્રભુમય બની જતો હોય છે. આપણા દેશની અંદર ઘણા બધા ગાયકોએ અને અહીંયા સુધી કે અમિતાભ બચ્ચને પણ પોતાના અવાજમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે. ઘણા લોકો એવા હોય છે જે નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વિદેશી મહિલાના અવાજમાં થઇ રહેલો હનુમાન ચાલીસાના પાઠનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આજે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જ્યાં નાનામાં નાની ઘટના પણ વાયુવેગે વાયરલ થઇ જાય છે. આપણા દેશના ઘણા વીડિયો વિદેશમાં પણ વાયરલ થતા હોય છે અને વિદેશના આપણા દેશમાં પણ. ત્યારે આ વિદેશી મહિલાના વીડિયોની અંદર હનુમાન ચાલીસાનો પાઠ સાંભળીને તમે પણ મંત્રમુગ્ધ ચોક્કસ થઇ જશો.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ ગણતરીના સમયમાં વાયરલ થઇ ગયો હતો. ચાહકો પણ આ વીડિયોને જોઈને પોતાના રિએક્શન આપી રહ્યા છે. પાંચ મિનિટનો આ વીડિયો તમને એક અલગ દુનિયાનો અનુભવ કરાવશે.

 

View this post on Instagram

 

A post shared by “Yawning Moon” (@ssunnyy36)


આ વીડિયોની અંદર જોવા મળી રહેલી વેદેશી છોકરી તેના શાનદાર આઉટફિટમાં ગજબની દેખાઈ રહી છે. આ છોકરી ગિટાર તાલ ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરી રહી છે. તે ખુબ જ સુંદર રીતે હનુમાન ચાલીસાના પાઠ કરે છે. સોશિયલ મીડિયામાં આ યુવતીનો અવાજ અને તેનો અંદાજ પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel