આ વિદેશી તો ભારતીયોને વેચીને ચણા ખાઈ જાય એવો નીકળ્યો ! એવી રીતે જુગાડ કરીને તાજમહેલમાં ઘુસી ગયો કે કોઈને ગંધ પણ ના આવી, જુઓ વીડિયો
Foreign Tourist Purchase Indian Ticket : આપણા દેશની અંદર ફરવા માટે ઘણા વિદેશીઓ આવતા હોય છે અને ભારતની ધરતી પર રહેલી ઘણી જગ્યાઓ જોઈને ખુશ પણ થઇ જતા હોય છે. ત્યારે એવી જ એક જગ્યા છે તાજમહેલ. જે આપણા દેશમાં સૌથી વધુ જોવામાં આવતું પર્યટન સ્થળ છે. દર વર્ષે વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો તાજમહેલ જોવા માટે આગ્રા પહોંચે છે. દુનિયાની સાત અજાયબીઓમાં ગણના પામેલા તાજમહેલને જોઈને સૌ પ્રથમ નજરે જ તેને જોઈને અટકી જાય છે.
વિદેશથી આવ્યો હતો પર્યટક :
તાજેતરમાં જ એક વિદેશી પ્રવાસી તાજમહેલ જોવા માટે આવ્યો હતો પરંતુ રસપ્રદ વાત એ હતી કે તે ટિકિટ કાઉન્ટર પર હાજર લોકોને આસાનીથી ચકમો આપવામાં સફળ રહ્યો હતો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @Jamil.Gk એ પોતે જ વીડિયો શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર કહ્યું છે કે લોકો તેને વારંવાર કહે છે કે તે ભારતીય જેવો દેખાય છે. તો જમીલે તેને અજમાવવાનો પ્રયાસ કર્યો અને ભારતીયો માટેના તાજમહેલના ટિકિટ કાઉન્ટર પર પહોંચ્યા અને રસપ્રદ વાત એ છે કે તેણે ત્યાંથી ટિકિટ ખરીદી અને તાજમહેલની મુલાકાત લીધી.
ભારતીય ટિકિટ પર તાજમહેલ ફર્યો :
તમને જણાવી દઈએ કે પ્રવાસન સ્થળો પર ભારતીયો અને વિદેશીઓ માટે ટિકિટની અલગ-અલગ કિંમતો ઉપલબ્ધ છે. તાજમહેલ જોવા માટે આપણે ભારતીયોએ 50 રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે વિદેશીઓને આ ટિકિટ 1100 રૂપિયામાં મળે છે અને જો તેઓ સાર્ક અથવા બિમસ્ટેક દેશોના નાગરિક હોય તો તેમને 540 રૂપિયામાં ટિકિટ મળે છે. જમીલે વીડિયોમાં શેર કર્યું છે કે જ્યારથી તે ભારત આવ્યો છે, ઘણા લોકોએ તેને કહ્યું છે કે તે ભારતીય લાગે છે અને હિન્દીમાં પણ બોલે છે, તેથી તેણે તેનો ઉપયોગ કરવાની યોજના બનાવી.
લાખો લોકોએ જોયો વીડિયો :
તેમના મતે, આ ખૂબ જ રસપ્રદ પ્રયોગ છે કારણ કે જો તે નિષ્ફળ ગયો હોત તો તેનું ઘણું અપમાન થયું હોત. જમીલ આગળ કહે છે કે તે કાઉન્ટર પર ટિકિટ માંગશે અને તેણે તે જ કર્યું. ભારતીય ટિકિટ પર તાજમહેલ જોવાનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 87 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જમીલના આ વીડિયો પર લોકો જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. જમીલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram