લગ્નના જમણવારમાં ખાબકી પડ્યો ધોધમાર વરસાદ, તે છતાં પણ જમવાના શોખીનો ઉભા ના થયા અને અપનાવ્યો એવો જુગાડ કે વીડિયો થયો વાયરલ

દેશભરમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, તો બીજી તરફ ચોમાસાની શરૂઆત પણ થઇ ગઈ છે. ત્યારે ચાલુ લગ્નમાં પણ વરસાદ ક્યારે ખાબકી પડે તેની કોઈને ખબર નથી હોતી. ઘણા લોકો લગ્નની અંદર ફક્ત સારું સારું જમવા મળે તે માટે થઈને આવતા હોય છે. લગ્નમાં કંઈપણ થાય તેમને એ બધા સાથે કોઈ લેવા દેવા નથી હોતો, તેમને તો બસ સારું જમવાનું મળી ગયું એટલે એમનું કામ પૂરું.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદને કારણે તમામ લોકો કોઈને કોઈ શેડની સુરક્ષિત જગ્યાએ ચાલ્યા ગયા છે. પરંતુ જે લોકો પર કેમેરા ફોકસ છે તે લોકો ડાઇનિંગ ટેબલ છોડતા ન હતા. વરસાદ પણ તેમને ખાવાનું ખાવાથી રોકી શક્યો નહીં.

તમે આ વીડિયોમાં જોયું કે આ લોકોએ વરસાદથી બચવાનો પ્રયાસ કરતા પોતાની જાતને ખુરશીઓથી ઢાંકી દીધી હતી. બધા એક હાથે ખુરશી પકડીને બેઠા છે અને બીજા હાથે પૂરા ઉત્સાહથી જમવા લાગ્યા છે. આ વીડિયોએ યુઝર્સને ખૂબ એન્ટરટેઈન કર્યું હતું. એવું લાગે છે કે આ લગ્ન કેરળ જેવા રાજ્યમાં થઈ રહ્યા છે કારણ કે ભોજન પ્લેટમાં નહીં પણ કેળના પાંદડામાં પીરસવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Hell Bõy Lokesh (@mr_90s_kidd_)

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો આ વીડિયો જંગલમાં આગની જેમ ફેલાઈ રહ્યો છે અને ઘણા બધા લોકો પણ આ વીડિયોને શેર કરી રહ્યા છે. આ વીડિયોને લગભગ 15.1 મિલિયન લોકોએ જોયો છે. તો 8 લાખથી વધુ લોકોએ તેને પસંદ કર્યો. કોમેન્ટમાં પણ તમે ઘણા યુઝર્સને મજાક કરતા પણ જોઈ શકો છો. ઘણા લોકોએ હસતા ઇમોજી પણ કોમેન્ટ કર્યા છે.

Niraj Patel