જે ખેલાડીઓ કદાચ કાલે દેશ માટે મેડલ લાવશે એવા ખેલાડીઓને શૌચાલયમાં પીરસાયું જમવાનું, વીડિયો જોઈને તમને પણ ઉલ્ટી થઇ જશે, જુઓ

આજે રમત ગમતના ક્ષેત્રમાં ઘણા યુવાનો આગળ વધી રહ્યા છે. અલગ અલગ સ્પોર્ટ્સમાં યુવાનોની ભાગીદારી પણ ખુબ જ વધી રહી છે. પરંતુ જયારે તેમને સુવિધાઓ આપવાની વાત આવે ત્યારે તંત્ર પણ આંખ આડા કાન કરી દેતું હોય છે. એવી ઘણી ઘટનાઓ પણ સામે આવી છે, ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્ટેટ લેવલના કબ્બડી પ્લેયરોને ટોયલેટમાં જમવાનું આપવામાં આવ્યું હતું.

આ શરમજનક ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાંથી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આંબેડકર સ્પોર્ટ્સ સ્ટેડિયમનો છે. જેમાં રાજ્ય કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા સહારનપુર આવેલી મહિલા ખેલાડીઓને ટોયલેટમાં ભોજન પીરસવામાં આવ્યું છે. મહિલા ખેલાડીઓ પણ ટોયલેટમાંથી ખાવાનું લઈ જતી જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન શુક્રવારે થયું હતું અને સ્ટેડિયમમાં જ ખેલાડીઓના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વિમિંગ પૂલ પરિસરમાં ભોજન તૈયાર કરવામાં આવ્યુ અને આ ઉપરાંત કાચું રાશન ચેન્જિંગ રૂમ અને શૌચાલયમાં રાખવામાં આવ્યુ. આ સિવાય જમવાનું તૈયાર કર્યા પછી પણ, તેને ટોઇલેટમાં રાખવામાં આવ્યું હતું કાગળ પર શૌચાલયના ફ્લોર પર ભાત અને પુરીઓના મોટા સ્તરો પડેલા જોવા મળ્યા.

આ વીડિયો વાયરલ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવને તેને ખૂબ જ શરમજનક ગણાવ્યું છે. તેણે આ ઘટના વિશે ટ્વિટ કરીને લખ્યું કે રાજ્ય સ્તરની ટૂર્નામેન્ટમાં કબડ્ડી ખેલાડીઓને ટોયલેટમાં ભોજન ખાતા જોવું ખૂબ જ નિરાશાજનક છે. હું આ ઘટનાની તપાસ કરવા અને તેના પર જરૂરી પગલાં લેવા વિનંતી કરું છું.

તો બીજી તરફ એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા (એકેએફઆઈ) એ બુધવારે સહારનપુરના ભીમરાવ આંબેડકર સ્ટેડિયમમાં ગર્લ્સ સબ-જુનિયર કબડ્ડી સ્પર્ધામાં ખેલાડીઓને શૌચાલયમાં રાખેલો ખોરાક ખવડાવવાની ઘટનાને રદિયો આપ્યો અને કહ્યું કે રાષ્ટ્રીય સંસ્થા આ ટુર્નામેન્ટનું આયોજન કરશે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી, ઉત્તર પ્રદેશ સરકારે શિથિલતા માટે જિલ્લા રમતગમત અધિકારીને સસ્પેન્ડ કર્યા અને ખોરાક પૂરો પાડનાર કોન્ટ્રાક્ટરને ‘બ્લેકલિસ્ટ’ કર્યો હતો.

Niraj Patel