દાહોદના દેવગઢ બારિયામાં 6 બકરાં કાપીને ખાતા જ એક, બે નહિ પણ આટલા લોકો મૃત્યુને ભેટ્યા- જાણો

બકરાં ખાવા ભારે પડી ગયા, એકસાથે આટલા લોકો તડપી તડપીને મર્યા- જાણો વિગત

ગુજરાતના દાહોદના દેવગઢ બારિયાના ભુલવણમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે, જેમાં 4 લોકોના મોત થઇ ચૂક્યા છે અને હજી 12 લોકોની હાલત ગંભીર છે, જેઓ સારવાર હેઠળ છે. દેવગઢ બારિયાના ભુલવણમાં 14 લોકોને અચાનક સાંજના સમયે ચક્કર આવ્યા લાગ્યા અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યુ હતુ જે બાદ દોડધામ મચી જવા પામી હતી. આ બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 4 લોકોના મોત થઇ ચૂક્યા છે. આ બધાની તબિયત ખરાબ થવાનું કારણ ફૂડ પોઇઝનિંગ સામે આવ્યુ છે. દેવગઢ બારિયામાં ધાર્મિક પ્રસંગ હતો જે 4 લોકોની મોતને કારણે માતમમાં ફેરવાઇ ગયો.

હાલ એ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે કે વિધિ બાદ જે બકરો ઘરે લઇ જવામાં આવ્યો હતો તેનું મટન ખાતા કે કોઇ અન્ય કારણોસર આ લોકો ફૂડ પોઇઝનિંગનો ભોગ બન્યા હતા કે કેમ. જો કે, મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ જ સાચુ કારણ સામે આવશે. ઘટનાની વિગત તપાસીએ તો, દેવગઢ બારિયાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ કરવામાં આવે છે. આ વખતે ગત રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી ત્યારે સોમવારે વિધિનો અંતિમ દિવસ હતો અને તે માટે પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી. આ બકરાંના મટનના ભાગ પાડવામાં આવ્યા હતા, પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતા.

આ પછી સાંજના સમયે 12-13 લોકોને અચાનક જ મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યુ હતુ અને આ ઉપરાંત ચક્કર પણ આવવા લાગ્યા હતા. આ લોકોની તબિયત બગડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કનુભાઇ માવી, દલસિંહભાઇ  માવી, બાબુભાઇ માવી અને સનાભાઇ માવીનાં મોત થઇ ગયાં છે. બીમાર થયેલા 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા પોલીસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ દેવગઢ બારિયા અને ભુલવણ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય, પ્રાંત અધિકારી સહિતના લોકો પણ દવાખાને દોડી ગયાં હતાં અને ઘટનાની તપાસ માટે આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો મોડી રાત સુધી જોતરાયેલી હતી. હાલ તો ફુડ પોઇઝનિંગથી મોત થયું હોવાનું હોવાનું પ્રાથમિક તારણ છે.

જે વ્યક્તિઓને ફૂડ પોઇઝનિંગ થયુ હતુ તેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હતી અને તે લોકોને દેવગઢ બારિયાના સરકારી હોસ્પિટલે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ વ્યક્તિને વધુ સારવારા માટે બીજે ખસેડવા પડે તેવી સ્થિતિ હતી ત્યારે દાહોદમાં ઓન વ્હીલ ICU એમ્બ્યુલન્સ જ ચાલુ હાલતમાં ન હોવાનું સામે આવ્યું અને તેના કારણે વેન્ટિલેટરની સુવિધાવાળી એમ્બ્યુલન્સ ગોધરાથી મંગાવાઇ હતી. આ ખબર લખાઇ ત્યાં સુધી તો એકને વડોદરા રેફર પણ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોને ત્યાં જ સારવાર આપવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતા એક વ્યક્તિએ કહ્યુ હતુ કે, તે પોતે મોરબી ખાતે મજૂરીકામે ગયા હતા અને તે બે-ત્રણ દિવસ પહેલા જ આવ્યા હતા ત્યારે તેમની માતાએ એ દિવસે ભાજી અને રોટલો બનાવ્યો હતો અને તે ખાધા બાદ તેઓ 11 વાગ્યા આસપાસ વિધિમાં ગયા હતા અને ત્યાપે વિધિમાં દેવપૂજન ચાલુ હતુ તે બાદ છ જેવા બકરા કાપવામાં આવ્યા અને તેના અલગ અલગ મટનના ભાગ પાડ્યા જે બધા પોતાનો ભાગ લઇને જતા હતા અને ત્યારે તેમણે પણ આવું જ કર્યુ.

દેવપૂજા વિધિમાં આવેલા ચાર વ્યક્તિઓના મોત થયા હોવાની વાત જાણવા મળતાં તેમને ગભરામણ થવા લાગી હતી અને શરીરમાં ધ્રુજારી ચાલુ થઇ ગઇ. ગામના બીજા માણસોને પણ આવું થવા લાગતાં ગામના આગેવાનોએ 108ને જાણ કરી અને તે બાદ તેઓ સરાકરી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા. જે વ્યક્તિએ આ વાત જણાવી હતી તેમની તબિયત હાલમાં સારી છે.

Shah Jina