અમદાવાદની આ ખ્યાતનામ હોટલમાંથી ગ્રાહકે મંગાવી પનીર ભુરજી અને અંદરથી નીકળ્યું મરેલું આ જાનવર, પરિવારના સભ્યોની હાલત ખરાબ થતા સિવિલમાં દાખલ

ગુજરાતીઓ ખાણીપીણીના ખુબ જ શોખીન હોય છે અને વાર-તહેવારે તે હોટલમાં જઈને જમતા હોય છે. તો ઘણા લોકો ઓનલાઇન સારી સારી હોટલમથી ફૂડ મંગાવીને પણ ખાતા હોય છે. ઘણીવાર ઓનલાઇન મંગાવેલા ફૂડ અને હોટલમાં જમતી વખતે ફૂડમાંથી જીવાત અને વાળ આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

ત્યારે હાલ અમદાવાદમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ ઓનલાઇન માધ્યમથી એક હોટલમાંથી સબ્જી મંગાવી અને તેમાંથી મરેલો ઉંદર નીકળ્યો હોવાનું સામે આવતા હાહાકાર મચી ગયો છે. આ મરેલા ઉંદરવાળી પંજાબી સબ્જી ખાતા પરિવારના સભ્યો બીમાર થયા છે.જેમને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારે આ બાબતે  રેસ્ટોરેન્ટ સામે કાર્યવાહી કરવા કરી માંગ કરી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર નવા વાડજમાં રહેતા એક ગ્રાહકે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલી હીના રેસ્ટોરાંમાંથી ઓર ભુરજી મંગાવી હતી.  ત્યારે આ પનીર ભુરજીના શાકમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. શાક ખાતા પરિવારને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે.

આ મામલે પરિવારે આરોગ્ય વિભાગમાં રેસ્ટોરન્ટની સામે ફરિયાદ કરી છે અને આ મામલે કાર્યવાહી કરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના 17 જાન્યુઆરીના રોજ બની હતી. જેમાં નવા વાડજમાં રહેતા બાબુલાલ પરમાર અને તમેન દીકરા પાર્થિવે દિલ્હી દરવાજા સબ્જી મંડીની ગલીમાં આવેલા હિના રેસ્ટોરન્ટમાંથી આ સબ્જી મંગાવી હતી અને રાત્રે 9 વાગે પરિવારના સભ્યો જમવા માટે બેઠા હતા.

બાબુલાલ અને તેમના દીકરાએ પહેલા આ સબ્જી ખાધી હતી અને પછી દીકરો પાર્થિવ અને તેની પત્ની ગૌરીબેન જમવા માટે બેઠા ત્યારે તેમેં સબ્જીમાં કંઈક અજુક્તું લાગતા જોયું તો તેમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. જેના બાદ પરિવારના જે બે સભ્યોએ સબ્જી ખાધી હતી તે બંને સભ્યોની તબિયત લથડતા તેમને 108 મારફતે સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા અને સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

Niraj Patel