ચોરી કરતા પહેલા અને ચોરી કર્યા પછી બે હાથ જોડીને ભગવાનની માંગી માફી, પછી મંદિરમાંથી અધધધ લાખ રૂપિયાનો સામાન ચોરીને થયો રફુચક્કર… જુઓ વીડિયો
દેશભરમાં ચોરીના ઘણા બધા મામલો સામે આવે છે. ચોરીની ઘણી ઘટનાઓમાં કેટલાક ચોર એવું દિમાગ વાપરતા હોય છે કે તે જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ. ત્યારે ઘણીવાર આવી ચોરીની ઘટનાઓ કેમેરામાં પણ કેદ થઇ જતી હોય છે. ઘણા ચોર એવા પણ હોય છે, જે ઘર અને દુકાન સાથે સાથે મંદિરને પણ ટાર્ગેટ બનાવે છે અને મંદિરોમાં પણ ચોરી કરતા હોય છે.
ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ચોર મંદિરની અંદર ચોરી કરતો જોવા મળે છે. પરંતુ આ ચોરે ચોરી કરતા પહેલા જે કર્યું તે જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચોરીની આ ઘટના રાજસ્થાનના જયપુરના એક મંદિરમાં સામે આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મંદિરમાં ચોરી કરતા પહેલા ચોરે હાથ જોડીને ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા અને પછી મંદિરમાં સ્થાપિત મૂર્તિઓમાંથી ચાંદીનું છત્ર અને માળા ચોરી લીધી. નવાઈની વાત એ છે કે ચોરી કર્યા બાદ ચોરે હાથ જોડીને ભગવાનની માફી માંગી હતી. પછી એક પછી એક બધા ઘરેણાં ઉતારી લીધા. ચોરીની આ ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના રાજધાની જયપુરના શાહપુરા શહેરના ગોનાકાસર ગામની છે. ચોરે મંદિરમાં રાખેલી 3 કિલો વજનની ચાંદીના છત્રની ચોરી કરી. આ ઘટના બાદ શ્રદ્ધાળુઓએ નારાજગી વ્યક્ત કરી છે. જો કે, આ ઘટના બાદ લોકોએ પોલીસને સીસીટીવી વીડિયો દ્વારા આરોપીની ઓળખ કરવાની અપીલ કરી છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે બુધવારે સવારે જ્યારે તેણે પૂજા કરી ત્યારે ત્યાં છત્ર હતા.
मंदिर में चोरी से पहले चोर ने भगवान के सामने जोड़े हाथ#Rajasthan #Jaipur #templechief#THIEF pic.twitter.com/u5eB3MIAuS
— Sweta Gupta (@swetaguptag) February 16, 2023
પરંતુ, ગુરુવારે સવારે 5 વાગ્યે અમે પૂજા કરવા ગયા ત્યારે અમને મંદિરમાંથી છત્ર ગાયબ હોવાની માહિતી મળી. આ દરમિયાન તેમણે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો બુધવારે બપોરે દોઢ વાગ્યાના સુમારે એક ચોર મંદિરમાં ઘૂસીને છત્રની ચોરી કરીને લઈ જતા દેખાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ચાંદીના છત્રની બજાર કિંમત અંદાજે 2 લાખ રૂપિયા છે.