અમેરિકાની ધરતી પર વધુ એક ગુજરાતીનું મોત, પાયલોટ જેમિન પટેલ સહિત 3 લોકોના કરુણ મોત, જુઓ અંદરની તસવીરો

વિદેશમાંથી ઘણીવાર ગુજરાતી કે ભારતીયોના મોતની ખબર છાસવારે સામે આવતી રહે છે. ત્યારે હાલમાં વધુ એક ખબરે મહેસાણાના એક પરિવારને હચમચાવી નાખ્યો છે. અમેરિકામાં એક પ્લેન ક્રેશ થતા ગુજરાતી પાયલોટ મોતને ભેટ્યો. ફ્લોરિડાના ક્લિનવોટર મોબાઈલ પાર્કમાં પ્લેન ક્રેશ થવાને કારણે ગુજરાતી પાયલોટ જેમિન પટેલ સહિત 3 લોકોના મોત નિપજ્યા હોવાની ખબર છે.

ફ્લોરિડાના મેલબોર્ન બીચમાં રહેતા જેમિન પટેલ સિંગલ એન્જિન બીચક્રાફ્ટ બોનાન્ઝા V35 એરક્રાફ્ટ ઉડાવી રહ્યો હતો અને આ સમયે ક્લીયરવોટર શહેરમાં અજ્ઞાત કારણોને લીધે એક મકાન પર ક્રેશ થયું અને આ પછી મકાનમાં આગ લાગી. ક્લિનવોટર પોલીસે મૃતકોની ઓળખ પણ જાહેર કરી હતી અને પ્લેન ક્રેશ થયું એ પહેલા જેમિને એન્જિન ફેલ થયાનો મેસેજ પણ કંટ્રોલ ટાવરને મોકલ્યો હતો. જો કે, મેસેજના થોડા સમય પછી પ્લેન ક્લીયરવોટર શહેરના રેસિડેન્શિયલ એરિયામાં ક્રેશ થયું હતું.

પોલીસ અનુસાર, પ્લેન ક્રેશનું કારણ સામે આવ્યું નથી પણ એન્જિનની ખરાબીને કારણે આ થયું હોવાની શંકા છે. રનવેથી 3 માઈલના અંતરે તૂટી પડ્યા બાદ પ્લેન આગની જ્વાળાઓમાં લપેટાઇ ગયુ અને 3 લોકો હોમાયા. પ્લેન 1 ફેબ્રુઆરીના રોજ સાંજે સાતેક વાગ્યા આસપાસ ક્રેશ થયું હતું અને પ્લેન જે જગ્યાએ ક્રેશ થયું હતું ત્યાં મકાનમાં પણ આગ લાગી ગઈ હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!