કેટલાય લોકોના જીવ બચાવીને આ દિકરી તણાઈ ગઈ પુરમાં, ત્રણ દિવસથી તેના માતા પિતા ભૂખ્યા તરસ્યા તેની શોધમાં લાગ્યા

બે દિવસથી ભૂખ્યા-તરસ્યા માતા પિતા દીકરીની કરી રહ્યા છે શોધ, કેટલાય લોકોનો જીવ બચાવીને પુરમાં તણાઈ ગઈ બહાદુર દીકરી

ચોમાસાનો સમય છે અને આ સમયે ઠેર ઠેર મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. ઘણી જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે કુલ્લુના મણીકર્ણની પાસે બ્રહ્મગંગા નાળામાં પણ આવા જ દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યાં વિનિતા નામની એક યુવતીએ કેમ્પીંગ સાઈટ ખાલી કરાવી અને પોતાના જીવની ચિંતા કર્યા વગર ટેન્ટમાં રહેતા પર્યટકોને ઉઠાડ્યા અને તેમને સુરક્ષિત જગ્યા ઉપર મોકલી આપ્યા. પરંતુ વિનિતા પોતાને સુરક્ષિત જગ્યા ઉપર પહોચાવે એ પહેલા જ પૂર તેને વહાવીને લઇ ગયું.

ગાજિયાબાદની રહેવાસી 25 વર્ષીય વિનિતા છેલ્લા 5 વર્ષથી પોતાના મિત્ર અર્જુનની કેમ્પીંગ સાઈટ ઉપર મેનેજરના રૂપમાં કામ કરી રહી છે. બુધવારે સવારે જલ્દી ઉઠ્યા બાદ તે કેમ્પીંગ સાઈટમાં આંટો મારી રહી હતી. ત્યારે જ બ્રહ્મગંગા નાળામાં અચાનક પાણીનું પૂર આવતું જોઈને તેનેટ ખાલી કરાવ્યા બાદ તે સામાન સમેટવા લાગી.

પાણીના તેજ વહેણે કેમ્પીંગ સાઈટના ચાર ટેન્ટને પોતાની ચપેટમાં લઇ લીધા. પાણીથી પોતાની જાતને ઘેરાયેલી જોઈને વિનિતાએ મદદ માટે બૂમો પાડી. તેનો મિત્ર અર્જુન મદદ માટે પહોંચ્યો, પરંતુ પૂરની આગળ તેનું એક ના ચાલ્યું. વિનિતાને બચાવવાના ચક્કરમાં અર્જુન પણ પાણીના તેજ વહેણમાં 10 મીટર સુધી તણાઈને ચાલ્યો ગયો. પરંતુ તે કોઈપણ રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. અર્જુન ગંભીર રૂપે ઘાયલ પણ થઇ ગયો.

25 વર્ષીય વિનિતા ચૌધરીના પરિવારજનો પણ તેને શોધવા માટે કુલ્લુ પહોંચ્યા હતા. પરિવારજનો કેમ્પીંગ સાઈટ ઉપર પહોંચીને જાણકારી મળેવી. તેને લઈને એસપી કુલ્લુને પણ મળ્યા. પુરમાં તણાઈ ગયેલી વિનિતાની તલાશમાં તેના માતા પિતા બે દિવસથી ભૂખ્યા તરસ્યા નદીના કિનારે ભટકી રહ્યા છે. ખોવાયેલા લોકોની શોધ બજૌરાથી લઈને મણીકર્ણ સુધી કરવામાં આવી રહી છે.

Niraj Patel