બોલિવુડના દિવંગત અભિનેતાના પરિવારને નડ્યો અકસ્માત, અગ્નિ સંસ્કારમાંથી પરત ફરતા થયેલ ભીષણ ટક્કરમાં 6ના મોત

ગત વર્ષે બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું નામ સોશિયલ મીડિયા પર ઘણુ ચર્ચામાં રહ્યુ હતુ. સુશાંતે તેના ઘરે 14 જૂન 2020ના રોજ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો અને આ મામલો તે દિવસ બાદથી ઘણા દિવસો સુધી ચર્ચામાં રહ્યો હતો. સુશાંતના નિધન બાદ તેના પિતા ઘણા તૂટી ગયા હતા અને પરિવારના માથે જાણે કે આભ તૂટી પડ્યુ હોય તેમ લાગી રહ્યુ હતુ. ત્યારે હવે સુશાંતનો પરિવાર ધીરે ધીરે તેમના જીવનમાં પરત ફરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન સુશાંતના પરિવારને લઇને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

સિકંદરા-શેખપુરા એનએચ 333 પર હલસી થાના ક્ષેત્રના પિપરા ગામની નજીક મંગળવારના રોજ ટ્રક અને સૂમોમાં થયેલ ભીષણ અકસ્માતમાં 6 લોકોની મોત થઇ ગઇ છે. જેમાં 5 લોકો ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના સંબંધી જણાવવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં સુશાંતના બનેવી લાલજીત સિંહની પણ મોત થઇ છે. તે હરિયાણામાં ADGના પદ પર તૈનાત હતા. સાથે જ બે ભગિના અને બે અન્ય સંબંધીઓની મોત થઇ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જમુઈ જિલ્લાના ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના સગદાહા ભંડારા ગામના લાલજીત સિંહની પત્ની ગીતા દેવીના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા બાદ ડ્રાઈવર સહિત 10 લોકો સુમો ગોલ્ડ કારમાં પાછા ગામ પરત ફરી રહ્યા હતા. પીપરા ગામમાં સ્થિત અપગ્રેડેડ મિડલ સ્કૂલ પાસે સામેથી આવી રહેલી એલપીજી ભરેલી ટ્રક સાથે ટાટા સુમો અથડાઈ હતી.

અકસ્માતમાં જે લોકોની મોત થઇ છે તે લોકોમાં લાલજીત સિંહ, ભગિના નેમાની સિંહ ઉર્ફે અમિત શંકર, રામચંદ્ર સિંહ, ભાગિના દેવી દેવી, અનીતા દેવી અને ડ્રાઈવર ચેતન કુમારનો સમાવેશ થાય છે. ડ્રાઈવર ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના સોનપેનો હોવાનું કહેવાય છે. તે જ સમયે, બાલ્મિકી સિંહ અને પ્રસાદ કુમારની હાલત નાજુક હોવાનું કહેવાય છે, જેમને સિકંદરામાં પ્રાથમિક સારવાર બાદ વિશેષ સારવાર માટે પટના મોકલવામાં આવ્યા છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો લાલજીત સિંહની પત્નીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે તમામ પટના ગયા હતા. પરિવારના કુલ 15 સભ્યો ત્યાંથી બે વાહનોમાં પરત ફરી રહ્યા હતા. તેમાંથી એક ટાટા સુમો અકસ્માતનો શિકાર બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સિકંદરા-શેખપુર મુખ્ય માર્ગ પર સ્થિત પિપરા ગામમાં પહોંચતા જ ટાટા સુમો એલપીજી સિલિન્ડરોથી ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક પટના જઈ રહી હતી જ્યારે ટાટા સુમોમાં સવાર લોકો જમુઈ ખૈરા પરત ફરી રહ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે છ લોકો ઉપરાંત ચાર લોકો પણ ગંભીર રીતે ઘાયલ છે. તેઓને સિકન્દ્રાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી બે લોકોની ગંભીર સ્થિતિને જોતા તેમને પીએમસીએચ પટનામાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

Shah Jina