બે ભાઈઓનું એક જ યુવતી સાથે ચાલી રહ્યું હતું ઈલુ ઈલુ, પ્રેમ પ્રસંગનો આવ્યો કરુણ અંત, દિયરે ગર્ભવતી ભાભીની એવી રીતે હત્યા કરી કે જાણીને જ…….

દિયરે ગર્ભવતી ભાભીને રહેંસી નાખી, હૃદય કંપવાનારી ઘટના- જાણો વિગત

આજના સમયમાં લગ્નત્તર સંબંધોના કિસ્સાઓ કોઈનાથી છૂપ્યા રહેતા નથી, ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે જે જાણીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય, ત્યારે આવા કિસ્સાઓનો અંત પણ ખુબ જ ભયાનક આવતો હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી રહી છે જ્યાં પાંચ મહિનાની ગર્ભવતી ભાભીને દિયરે સિલબટ્ટાના પથ્થરથી મારી મારી અને હત્યા કરી નાખી.

આ મામલો સામે આવ્યો છે બરેલીના સુભાષનગરના મઢીનાથમાંથી. આ ક્રૂર દિયર ભાભીને ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી ભાભીએ દમ ના તોડી દીધો. દિયરે જયારે ભાભીની હત્યા કરી ત્યારે ભાભીની છ વર્ષની દીકરી પણ ઘરમાં હાજર હતી.જે દિયર અને ભાભીની આ ઘટનાની એકમાત્ર સાક્ષી હતી. હત્યાનું કારણ હજુ સ્પષ્ટ નથી થઇ શક્યું. જો કે પોલીસ આ મામલામાં દિયર અને પતિનું એક જ યુવતી સાથે પ્રેમ પ્રસંગ હોવાનું કારણ જણાવી રહી છે.

આ ઘટના 15 ઓગસ્ટને રવિવારના રોજની છે. બરેલીના સુભાષનગરમાં આકાશ પોતાના મોટાભાઈ વિપિનની ભાભી વિનિતા સાથે રહેતો હતો. સાથે  તેમના માતા પિતા પણ રહેતા હતા. આકાશની માતા નર્સનું કામ કરતી હતી. જેમની રાત્રે ડ્યુટી રહેતી હતી. વિનિતાની છ વર્ષની દીકરી કોમલ છે.

પોલીસના જણાવ્યા અનુસાર આકાશ અને વિપિનનું એક જ છોકરી સાથે ચક્કર ચાલી રહ્યું હતું. આ વાત જયારે ઘરમાં વિનિતાને ખબ પડી તો તેને વિરોધ કરવાનું શરૂ કરી દીધું. આ વિરોધના કારણે જ વિનિતાનો પતિ વિપિન બરેલીની નોકરી છોડી અને કાસગંજ કામ કરવા માટે ચાલ્યો ગાયો હતો. હવે ઘર ઉપર આકાશ, તેના માતા-પિતા, ભાભી વિનિતા અને ભત્રીજી કોમલ જ રહેતા હતા. આ દિવસોમાં આકાશના પિતા તીર્થયાત્રા ઉપર ગયા હતા. રવિવારની સાંજે આકાશની માતા હોસ્પિટલમાં નોકરી પર ગઈ હતી.

રાત્રે ઘર ઉપર આકાશ, વિનિતા અને તેની ભત્રીજી કોમલ હતા. રાત્રે વિનિતા સાથે આકાશની તે યુવતી સાથેના પ્રેમ પ્રસંગને લઈને માથાકૂટ થઇ ગઈ. ઝઘડો એ હદ સુધી વધી ગયો કે આકાશે પાંચ મહિનાની ગર્ભવતી વિનિતાને મારવાનું શરૂ કરી દીધું. આ બધા વચ્ચે જ ગુસ્સામાં ભરાયેલા આકાશે સિલબટ્ટાનો પથ્થર ઉઠાવ્યો અને વિનિતાના માથા ઉપર ઘણા પ્રહાર કર્યા. જેનાથી તેની મોત થઇ ગઈ.

આ બધું જોઈને માસુમ ભત્રીજી પણ બૂમો પાડતી રહી કે કાકા ના મારશો, કાકા ના મારશો, જેના ઉપર આકાશે કહ્યું કે “તું બેટા રૂમમાં જા, તારા માટે નવી મમ્મી લાવીશું.” હત્યા બાદ આકાશ ઘટના સ્થળેથી ભાગી ગયો. આ ઘટનાની જાણ સવારે થઇ. જયારે પાડોશમાં રહેવા વાળી મહિલા કોઈ કામથી ઘરમાં આવી. કોમલે જયારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે મહિલા વિનિતાની લાશ જોઈને ચીસ પાડી ઉઠી. જેના બાદ પાડોશના લોકો પણ આવી ગયા અને પોલીસને આ મામલાની જાણકરી આપી દેવામાં આવી. પોલીસ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને મામલાની તપાસ શરૂ કરી હતી.

Niraj Patel