સતત ગૂંચવાળા ભરેલો બની રહ્યો છે શ્રદ્ધા કેસ, આફતાબના ફેલ્ટ પરથી મળ્યા એક બે નહિ પણ આટલા 5 ચાકુ

શ્રદ્ધા મર્ડર કેસ પોલીસ માટે પણ એક કોયડા સમાન બની ગયો છે. શ્રદ્ધાનો હત્યારો પોલીસની કસ્ટડીમાં છે તે છતાં પણ પોલીસને હજુ મહત્વના પુરાવાની તલાસ છે. એક તરફ દિલ્હી પોલીસે હથિયાર અને શ્રદ્ધાની લાશના ટુકડાઓ શોધવામાં દિલ્હી-એનસીઆરનો ખૂણે ખૂણો તપાસી રહી છે તો બીજી તરફ શ્રદ્ધાના મોબાઈલ ફોનની તપાસ કરવા માટે મુંબઈ સુધી દોડ પણ લગાવી રહ્યી છે. એટલું જ નહિ શ્રદ્ધા મર્ડર કેસમાં જોડાયેલી નાનામાં નાની માહિતી મેળવવા અને પુરાવા માટે દિલ્હી પોલિસીની ટીમો દિલ્હી, હિમાચલ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં પણ તપાસમાં લાગી ગઈ છે.

હત્યારા આફતાબનો બે બે વાર પોલિગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવી ચુક્યો છે પરંતુ હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવા નથી મળ્યા. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે શ્રદ્ધાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા પછી આરીથી તેની લાશના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. પરંતુ હવે આફતાબે પોલીસને જણાવ્યું કે તેને એક નહિ પરંતુ ઘણા હથિયારથી શ્રદ્ધાની લાશના ટુકડા કર્યા હતા. તો બીજી તરફ પોલીસને પણ આફતાબના ઘરેથી 5 મોટા ચાકુ મળી આવ્યા છે.

આફતાબના ઘરમાંથી મળેલા ચાકુ કોઈ સામાન્ય ઘરમાં ઉપયોગમાં લેવાતા ચાકુ નથી, પરંતુ તેની લંબાઈ લગભગ 5-6 ઇંચ છે. હવે આ 5 ચાકુનો પણ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. હવે ફોરેન્સિક ટીમ જ જણાવી શકશે કે આ ચાકુનો ઉપયોગ શ્રદ્ધાની લાશ કાપવા માટે કરવામાં આવ્યો છે કે કેમ. પરંતુ પોલીસને હજુ સૌથી મોટું હથિયાર આરી નથી મળી.

આફતાબે પહેલા પુછપરછમાં દિલ્હી પોલીસને જણાવ્યું હતું કટને શ્રદ્ધાની હત્યા કર્યા બાદ મર્ડમાં વાપરવામાં આવેલી આરી અને બ્લેડ ગુરુગ્રમના DLF ફેજ 3ની ઝાડીઓમાં નાખ્યા છે અને ચાપડ તેને મહરૌલીના 100 ફૂટ રોડ પર સ્થિત કચરાપેટીમાં નાખ્યું છે. પરંતુ પોલીસને આ જગ્યાઓ ઉપરથી હજુ કઈ ખાસ હાથ લાગ્યું નથી. ગુરુવારના રોજ આફતાબના પોલિગ્રાફી ટેસ્ટનો બીજો ફેજ થયો. જેમાં લગભગ 8 કલાક સુધી તેને 40 સવાલ પૂછવામાં આવ્યા. મીડિયા રિપોર્ટ અનુસાર તેને હિન્દીમાં સવાલો પૂછવામાં આવ્યા પરંતુ તેને અંગ્રેજીમાં જવાબ આપ્યા.

Niraj Patel