આને કહેવાય નસીબ: માછીમારને દરિયા કિનારે થી એવી વસ્તુ મળી કે જેનાથી તેનું નસીબ જ બદલાઈ ગયું

દરિયાની અંદર ઘણીવાર માછીમારોને એવી કિંમતી વસ્તુઓ મળી જતી હોય છે જેના કારણે તેમની કિસ્મત રાતો રાત બદલાઈ જાય છે. હાલ એવી જ એક ખબીસ આવી રહી છે. જેમાં એક માછીમારને ખુબ જ કિંમતી મોતી દરિયામાંથી મળ્યો છે. જેની કિંમત સાંભળીને જ આપણે ચોંકી ઉઠીએ.

થાઈલેન્ડના એક માછીમારને દરિયાના તટ ઉપરથી એક ખુબ જ કિંમતી મોતી મળ્યો છે. 37 વર્ષીય હિતચાઇ નિયોમડેચા આ મોટી હાથ લાગતા ખુબ જ આશ્ચર્યમાં પડી ગયો હતો. આ મોતી એક છીપની અંદર હતો.

મોતીને જોતા જ તેને પોતાના ભાઈને બોલાવ્યો. ત્યારબાદ બંને ભાઈ મળીને તેને ઘરે લઇ આવ્યા. ત્યારબાદ તેને પોતાના પિતાને બતાવ્યો. પિતાએ જયારે આ છીપને ખોલીને જોયું ત્યારે તે પણ ખુબ જ હેરાન રહી ગયા.  છીપની વચ્ચે એક ઓરેન્જ કલરનો મોતી હતો. જેની કિંમત કરોડોમાં હતી.

હિતચાઇએ જણાવ્યું કે એક વૃદ્ધ વ્યક્તિ જેની લાંબી મૂછો હતી તેમને મને બીચ ઉપર આવવાનું જણાવ્યું હતું. જેના કારણે હું આ ભેટ મેળવી શકું. મને લાગે છે કે તે જ મને આ મોતી સુધી લઈને આવ્યા છે.

તેને જણાવ્યું કે આ મોતીને તે સૌથી વધારે કિંમતમાં વેચવા માંગે છે. જેના કારણે તેનું અને તેના પરિવારનું જીવન બદલાઈ શકે. હાલમાં તેની એક ચીનના વેપારી સાથે વાત ચાલી રહી છે. તે આશા કરી રહ્યા છે કે તેની કિંમત 10 મિલિયન થઇ બાથ મળે. ભારતીય નાણા અનુસાર તેની કિંમત 2 કરોડ રૂપિયા સુધી થાય છે.

Niraj Patel