ગુજરાતનું આ શહેર છે દુનિયાનું પહેલું શાકાહારી શહેર, એકવાર તો ફરવા જવું જ જોઈએ

સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ગુજરાતના આ શહેરની ચર્ચા

તમને કોઈ કહે છે આખું શહેર શાકાહારી છે તો તમને વિશ્વાસ નહીં આવે. કારણ કે વિશ્વના કોઈ પણ દેશમાં નોન વેજ વસ્તુ વેચાતી જોવા મળે જ છે. પરંતુ તમને જાણીએ આશ્ચર્ય થશે કે એક એવુ શહેર છે જે સંપૂર્ણ શાકાહારી છે.

અહીં માસ-મટન કે ઈંડા વેચવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત અહીં ખાવાની ઉદેશ્યથી તમે પ્રાણીને પણ મારી શકતા નથી. હવે તમે વિચારતા હશો કે આ શહેર ભારતમાં ક્યાં આવેલુ છે તો તમને જણાવી દઈએ કે આ શહેર ગુજરાતમાં જ આવેલુ છે.

આંચકો લાગ્યો ને! જી હા મિત્રો સાચુ જ વાંચ્યુ છે. આ શહેર આવેલુ છે ભાવનગર જિલ્લામાં જેનું નામ છે પાલિતાણા. આ શહેર જૈન ધર્મ મુખ્ય સ્થાન છે. દર વર્ષે અહીં લાખો ભક્તો આવે છે.  જૈન ધર્મમાં અહિંસાનું કેટલુ પાલન કરવામાં આવે છે. તેથી જ આ શહેરમાં માસ વેંચવા પર પ્રતિબંધ છે.

તમને જણાવી દઈએ કે પાલિતાણામાં 2014માં જ સરકારે પ્રાણીઓને મારવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ માટે 200 જેટલા સંતો ભૂખ હડતાળ પર ઉતર્યા હતા જેથી સરકારે પશુના મારવા પર પ્રતિબંધ લગાવી દીધો.

આ સમયે સંતોઓ કહ્યું હતુ કે પશુઓને મારવા અને તેનો ઉપભોગ માટે કરવો તે ખોટુ છે તેના માટે અમે મરવાનું પસંદ કરીશું. ત્યારે શહેરમાં મોજુદ આવી બધી દુકાનો બંધ કરવવા સંતોએ માગ કરી અને પછી રાજ્ય સરકારે તેમની વાત માની અને આવી દુકાનો બંધ કરાવી.

ત્યારબાદ શહેરને માંસ મુક્ત શહેર જાહેર કરવામા આવ્યું. જો કે અહીંના લોકો દૂધ,દહી માખણ અને ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. એવુ કહેવાય છે કે શહેરના રક્ષક ભગવાન આદિનાથ એક વાર અહીંના પહાડો પર ચાલ્યા ગયા હતા અને ત્યારથી જ આ જગ્યા તેમના અનુયાઈઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું.

પાલિતાણામાં અનેક જૈન મંદિરો આવેલા છે. જેથી અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં દુર દૂરથી ભક્તો આવે છે. જૈન ધર્મ પાળતા લોકો માટે પાલિતાણા એક આસ્થાનું પ્રતિક છે. અહિયા અંદાજે 900 જેટલા મંદિરો આવેલા છે.

પાલિતાણા ભાવનગરથી અંદાજે 50 કિમી દૂર છે. પાલિતાણામાં અન્ય જોવા લાયક સ્થળો વિશે વાત કરીએ તો અહીં ક્ષેત્રુંજય હિલ, શ્રી વિશાળ જૈન મ્યુઝિયમ, હસ્તગિરિ જૈન તીર્થ,ગોપનાથ બીચ આ ઉપરાંત તમે તળાજાની પણ મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત તમે બગદાણા પણ જઈ શકો છો અને ત્યા બાપા સિતારામની જગ્યા પણ ખુબ પ્રખ્યાત છે.

YC