બાપ રે! દવાથી નહીં પરંતુ શરીર પર આગ લગાવીને કરવામાં આવે છે અહીં સારવાર

અત્યાર સુધી તમે દવાઓ અથવા જડીબુટ્ટીઓથી રોગોની સારવાર કરતા ડોક્ટરોને જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને શરીરમાં આગ લગાવીને રોગોની સારવાર કરતા જોયા છે? જી હા, મિત્રો આ સાંભળવામાં થોડુ વિચિત્ર લાગશે પરંતુ ચીનમાં કંઈક આવું જ બને છે. આ એક એવી પદ્ધતિ છે, જેનો ઉપયોગ ચીનમાં 100 થી વધુ વર્ષોથી થઈ રહ્યો છે. આને ‘ફાયર થેરાપી’ તરીકે ઓળખવામાં આવે છે.

નોંધનિય છે કે, ઘણા રોગોની સારવાર માટે ચીનમાં ફાયર થેરાપી અપનાવવામાં આવે છે. આ પદ્ધતિથી લોકોની સારવાર કરાર ઝાંગ ફેન્ગાઓ પોતાના કામ માટે ઘણા લોકપ્રીય છે. ચીનમાં કેટલાક લોકો ફાયર થેરાપીને એક ખાસ પ્રકારની સારવાર માને છે, જે તણાવ, હતાશા, અપચો અને વ્યંધત્વથી લઈને કેન્સર સુધીની સારવાર માટે શક્ય માનવામાં આવે છે. સારવારની આ પદ્ધતિ પ્રાચીન ચીની માન્યતાઓ પર આધારિત છે, જે મુજબ શરીરમાં ગરમી અને ઠંડકને સંતુલિત કરવા પર ભાર મૂકવામાં આવે છે.

એક વેબસાઈટ અનુસાર, પહેલા દર્દીની પીઠ પર જડીબુટ્ટીઓથી બનેલી પેસ્ટ લગાવવામાં આવે છે અને પછી તેને ટુવાલથી ઢાંકી દેવામાં આવે છે. પછી તેના પર પાણી અને આલ્કાહોલ છાંટવામાં આવે છે અને દર્દીના શરીરમાં આગ લગાડવામાં આવે છે. ફાયર થેરાપીને લઈને પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે. આમાં મહત્વનું છે કે સારવાર કરનારી વ્યક્તિ પાસે પ્રમાણપત્ર છે કે નહીં. સારવાર દરમિયાન કોઈ અકસ્માત ન થાય તે માટે કઈ પ્રકારની સલામતી વ્યવસ્થા છે?

આ મામલે ઝાંગ ફેન્ગાઓ કહે છે કે ઘણી વખત લોકોને ઈજા થઈ છે, ક્યારેક દર્દીનો ચહેરો અને શરીરના અન્ય ભાગો પણ બળી ગયા છે, પરંતુ યોગ્ય પદ્ધતિના અભાવને કારણે આવું થયું છે. મેં હજારો લોકોને ફાયર થેરાપી શીખવી છે, પરંતુ ક્યારેય અકસ્માત થયો નથી.

ઝાંગ ફેન્ગાઓ કહે છે કે, ફાયર થેરાપી માનવ ઇતિહાસમાં ચોથી મોટી ક્રાંતિ છે. તે ચીની અને પશ્ચિમી બંને તબીબી પ્રણાલીઓને પાછડ છોડે છે. ગંભીર રોગોની સારવારમાં મોટી રકમનો ખર્ચ કરવો એ દરેક લોકોને પોસાય નહીં, આવી સ્થિતિમાં, ફાયર થેરેપી અસરકારક છે અને તેમના માટે સસ્તી સારવાર છે.

Niraj Patel