ખબર

અમદાવાદીઓ માટે ગુરુવાર બન્યો ગોઝારો: કોવીડ હોસ્પિટલના આગ લાગતા 8 લોકો જીવતા ભુંજાય ગયા

ગુરુવારનો દિવસ અમદાવાદીઓ માટે ગોઝારો સાબિત થયો છે. આજના દિવસે ઘણા લોકોએ તેના ચિરાગ ગુમાવ્યા છે તો ઘણા લોકોએ ઘરના મોભી ગુમાવ્યા છે. આ ઘટના હાડકંપાવી નાખે તેવી છે. અમદાવાદમાં આજે કોવીડની હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોના કરુણ મોત નિપજ્યા હતા.

અમદાવાદમાં નવરંગપુરામાં આવેલી કોવિદ માટે ફાળવવામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં રાતે સાડા ત્રણ વાગ્યાની આસપાસ આઈસીયુમાં ભયાનક આગ લાગી હતી. આગના કારણે અફડાતફડીનો માહોલ સર્જાતા 8 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. 40થી વધુ દર્દીઓ અને એક પેરામેડિલ સ્ટાફને વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 1 ફાઇટર, 1 ટેન્કર, એક ઇમરજન્સી ટેન્કર અને હાઇડ્રોલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી છે. ઘટનાની જાણ થતા જ આરોગ્ય સચિવ જયંતી રવિ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યંતી રવિએ આ દુર્ઘટના અંગર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે વધુ લોકોના મોતના નીપજે તેની ચિતા સતાવી રહી છે. જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. હોસ્પિટલને સીલ કરવામાં આવી ચ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 દિવસમાં રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે.

આ ઘટનાની જાણ થતાં પીએમ મોદીએ પણ એક ટ્વિટ કર્યું હતું. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રત્યેક મૃતકના પરિવારજનોન 2 લાખની ઇજાગ્રસ્તોનને 50 હજારની સહાયની ઘોષણા કરી છે.

 

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.