ફાયર પાન બાદ હવે બજારમાં આવી ગઈ ફાયર પાણીપુરી, આ રીતે સળગાવીને મોઢામાં પાણીપુરી ખાઈ રહ્યા છે લોકો

સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લઈને ઘણા બધા વીડિયો વાયર થતા હોય છે, જેની અંદર ખાણીપીણીમાં અવનવા અખતરા પણ થતા જોવા મળે છે, જે ઘણા લોકોને પસંદ આવે છે તો ઘણા લોકોને પસંદ નથી પણ આવતું. સોશિયલ મીડિયામાં ફાયર પાનના પણ ઘણા વીડિયો વાયરલ થયા હતા.

પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં ફાયર પાણીપુરી જોવા મળી રહી છે. પાણીપુરીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય અને એમાં પણ જોઈ કોઈ છોકરી કે મહિલા આગળ પાણીપુરીની નામ લઇ લીધું તો કહેવું જ શું ? ત્યારે જો પાણીપુરીમાં પણ ફાયર પાણીપુરી મળી જાય તો કેવું કહેવાય ?

હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક છોકરી ફાયર પાણીપુરી ખાતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોડના કિનારે એક પાણીપુરીની લારી ઉભી છે. જેના ઉપર એક છોકરી પાણીપુરી ખાવા માટે ઉભી છે. આ દરમિયાન પાણીપુરી વાળો લાઇટરથી પાણીપુરીમાં આગ લગાવે છે અને પછી તે પાણીપુરી છોકરીના મોઢામાં નાખી દે છે.

આ વીડિયો જોઈને ઘણા લોકોને ફાયર પાનની યાદ આવી જાય છે. પાણીપુરી મોઢામાં ગયા બાદ તે છોકરીના હાવભાવ પણ જોવા જેવા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો કોમેન્ટ કરી અને આ વીડિયોમાં પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel