મિશેલ માર્શનો વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખતો ફોટો જોયો હતો ? પોલિસ સુધી પહોંચી ગયો મામલો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરના રોજ યોજાયેલ વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇન્ડિયાને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ પછી ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શની એક તસવીર ખૂબ જ વાયરલ થઇ હતી, જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખતો અને તસવીર ક્લિક કરાવતો જોવા મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ મુશ્કેલીમાં
આ તસવીરના સામે આવ્યા બાદ ક્રિકેટ ચાહકોએ તેની ઘણી ઝાટકણી કાઢી હતી. પરંતુ હવે મિશેલ માર્શની મુશ્કેલીઓ વધી શકે છે. ઉત્તર પ્રદેશના એક RTI કાર્યકર્તાએ મિશેલ માર્શ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે મિશેલ માર્શે વર્લ્ડ કપની ટ્રોફી પોતાના પગ નીચે રાખી હતી તેનાથી ભારતીય પ્રશંસકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. જણાવી દઈએ કે પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો હતો.
વિશ્વ કપ ટ્રોફી પર પગ રાખવા બદલ નોંધાઇ FIR
આ પછી, મિશેલ માર્શના હાથમાં બિયર અને પગ નીચે વર્લ્ડ કપની ટ્રોફી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરની હરકતોથી લોકો ગુસ્સે થયા હતા. ઉલ્લેખનીય છે કે, ભારત સતત 10 મેચ જીતી ફાઇનલમાં પહોંચ્યું હતું અને આ સાથે કરોડો લોકોને લાગી રહ્યુ હતુ કે આ વખતે ટીમ ઇન્ડિયા ત્રીજો વર્લ્ડ કપ પોતાને નામે કરશે, પણ આવું થયુ નહિ.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં