ફિલ્મ RRRની ટીમ ગુજરાતની મુલાકાતે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત, સરદાર પટેલની ગગનચુંબી પ્રતિમા જોઈને અભિનેતા રામચરણે કહ્યું…

હાલ તો દેશભરમાં ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ”ની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ દેશવાસીઓ વધુ એક ફિલ્મની રાહ કાગડોળે જોઈ રહ્યા છે અને તે ફિલ્મ છે “RRR”. આ ફિલ્મ થિયેટરમાં આવે અને દર્શકો તેને માણે તેવી ઈચ્છા પણ સેવાઈ રહી છે, ત્યારે હાલમાં ફિલ્મ “RRR”ની ટીમ ગુજરાતમાં આવી હતી અને તેમને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણ્યો હતો.

ગત રોજ “RRR” ફિલ્મની ટીમના ડાયરેક્ટર એસ.એસ. મૌલી, ફિલ્મસ્ટાર જુનિયર એનટીઆર અને રામચરણે મુલાકાત કરી હતી. ત્યારે આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી ફિલ્મનો જે કિરદાર છે, તે સરદાર પટેલથી પ્રેરિત છે. તેમને એમ પણ જણાવ્યું કે તેઓ સરદાર પટેલની પ્રતિમા જોઈને પ્રભાવિત પણ થયા અને સરદાર પટેલ ઉપર જો કોઈ ફિલ્મ બનાવવાનો મોકો મળશે તો બનાવીશ. આ મારા માટે ખુબ જ મોટી જવાબદારી છે.

તો પ્રખ્યાત અને દર્શકો વચ્ચે પોતાની સાદગીને લઈને હંમેશા ચર્ચામાં રહેતા આ ફિલ્મના અભિનેતા જુનિયર એનટીઆર દ્વારા જણાવવામાં આવ્યું કે, “સરદાર પટેલને જ્યારે જોવા હોય ત્યારે માથું ઊંચું કરીને જ જોવા પડે છે જેના કારણે અમે પણ માથું ઊંચી કરીને જ જોઈશું. કદી પણ માથું નીચું નથી કરવાના. માથું ઊંચું કરીને જ જીવીશું. અહીં આવીને અમારી એનર્જી  વધી ગઈ છે. અમને ગુજરાતી જમવાનું પસંદ છે. અમદાવાદ અને બરોડામાં ઘણા ગુજરાતી મિત્રો છે. સરદાર પટેલ માથું ઊંચું કરીને જીવવાનું શીખવાડે છે.”

તો ફિલ્મના અન્ય અભિનેતા રામચરણે જણાવ્યું કે, “યુક્રેનમાં શુટિંગ દરમ્યાન રસ્ટી નામનો તેનો એક બોડી ગાર્ડ હતો જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે રામચરણ પર તેનો ફોન આવ્યો અને તેમની પાસે મદદ પણ માંગી હતી. રામચરણે જણાવ્યું કે મદદ કરી છે પણ ખૂબ મોટી મદદ ના કહી શકાય મારે હજુ એની મદદ કરવાની જરૂર હતી. આ ઉપરાંત રામચરણે એમ પણ કહ્યું કે યુક્રેનમાં 15 દિવસ અમે શુટિંગ કર્યું હતું.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તમને જણાવી દઈએ કે RRR ફિલ્મ 25 માર્ચના રોજ સિનેમા ઘરમાં પ્રસારિત થવાની છે. આ ફિલ્મની દર્શકો પણ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મના સેલિબ્રેશન એન્થમ ગીતનો એક પ્રોમો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં દેશભક્તિનો પૂરો રંગ પણ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ફિલ્મની કહાનીની જો વાત કરવામાં આવે તો આ ફિલ્મ 1920ના સમય ઉપર આધારિત છે. આ ફિલ્મની અંદર બ્રિટિશ રાજ અને હૈદરાબાદના નિઝામ સામે લડનારા ક્રાંતિકારીઓ અલ્લુરી અને કોમારામની વાર્તા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ માત્ર હિન્દી જ નહિ પરંતુ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થવા માટે તૈયાર છે.

Niraj Patel