ઓછા કપડામાં અંગ પ્રદર્શન કરતી ઉર્ફી જાવેદની વધી મુશ્કેલીઓ, વકિલે ઠોકી દીધો કેસ, જાણો સમગ્ર મામલો

બિગબોસ ઓટિટિ બાદ ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ આજે એક મોટું નામ બની ગઈ છે. ઉર્ફી જાવેદ એવા એવા કપડાં પહેરીને ઘરની બહાર નીકળે છે કે તેને જોવા માટે લોકો પણ થંભી જાય છે અને પેપરાજી પણ તેને પોતાના કેમેરામાં કેદ કરતા હોય છે જેના બાદ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. આ ઉપરાંત ઉર્ફી પણ તેના સોશિયલ મીડિયામાં તેની અતરંગી તસવીરો પોસ્ટ કરતી રહે છે.

ત્યારે ઉર્ફી જાવેદના આવા પહેરવેશના કારણે અવાર નવાર તે ટ્રોલર્સના નિશાન પર પણ આવી જાય છે અને ઘણા લોકો તેને ખરી ખોટી પણ સંભળાવતા હોય છે, પરંતુ હાલ તેની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ઉર્ફી જાવેદ વિરુદ્ધ એક વકીલે સાર્વજનિક સ્થાનો પર અશ્લીલતા ફેલાવવાને લઈને પોલીસમાં કેસ નોંધાવી દીધો છે. સાર્વજનિક સ્થાનો પર અશ્લીલતા ફેલાવવા ઉપરાંત અવૈધ હરકતો કરતી હોવાનો પણ કેસ વકીલ દ્વારા નોંધાવવામાં આવ્યો છે.

ઉર્ફી વિરુદ્ધ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે શુક્રવારે 9 ડિસેમ્બરે પોલીસને લેખિત અરજી આપી હતી. પોલીસે 11 ડિસેમ્બર રવિવારે ફરિયાદ નોંધી છે. આ માહિતી પોલીસ અધિકારીઓએ આપી છે. આ પહેલા પણ પોલીસે ઉર્ફી જાવેદ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એક વ્યક્તિએ ઉર્ફી વિરુદ્ધ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે સમયે પણ ઉર્ફી પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો.

ત્યારે આ મામલે હવે ઉર્ફીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને વકીલ પર નિશાન સાધ્યું છે. ઉર્ફીએ લખ્યું, “મને નથી ખબર કે મારી વિરુદ્ધ કેટલી વધુ પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવશે. મારા માટે આ આઘાતજનક છે કે લોકોને મારી સાથે સમસ્યા છે, તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો, મને બરાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. તમને મારાથી સમસ્યા છે પણ બરાત્કાર અને હત્યા કરનારાઓથી નહીં.”

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Niraj Patel