સુરતની કાળજું કંપાવી દેનારી ઘટના, સંપત્તિ માટે પત્નીએ સાસુના વાળ અને કાન પકડીને માર્યો ઢોર માર, પતિ મોબાઈલ લઈને વીડિયો બનાવતો રહ્યો, જુઓ

વહુ એ વગોવ્યા મોટા ખોરડા! સંપત્તિની લાલચમાં સુરતમાં સાસુ-વહુની લડાઈનો Live Video વાયરલ

Surat Bahu beaten Sasu video : આજના આધુનિક જમાનામાં કોઈ કોઈનું નથી હોતું, મોટાભાગના સંબંધો સ્વાર્થથી જોડાયેલા છે, જેના ઘણા  ઉદાહરણો પણ તમને તમારા રોજિંદા જીવનમાં જોવા મળતા હોય છે. આજે લોકો પૈસા અને સંપત્તિ માટે પોતાના પરિવારજનોને જ નુકશાન પહોચવતા હોય છે એવા પણ ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં એક વહુએ સાસુને સંપત્તિ માટે માર માર્યો.

સાસુ વહુ વચ્ચે નાની મોટી વાતોને લઈને ઝઘડા તમે મોટાભાગના ઘરમાં થતા જોયા હશે, પરંતુ સુરતમાં તો એક વહુએ તમામ હદો વટાવી દીધી, તેને સંપત્તિ માટે થઈને સાસુ પર કેસ તો કર્યો જ સાથે સાથે સાસુને ઢોર માર પણ માર્યો હતો, જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વહુ સાસુના વાળ અને કાન પકડીને તેમને માર મારતી જોવા મળી રહી છે.

આ ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાંથી સામે આવી છે. જ્યાં આવેલ સગુન સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર પાટીલ સાથે તેમની પત્નીનો ઝઘડો ખુબ જ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. પત્ની સંપત્તિ માટે થઈને વારંવાર પરિવાર સાથે ઝઘડો કરતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારે આ ઝઘડો તો હાલ એટલો વણસી ગયો કે વહુએ પરિવારના સભ્યો સામે જ સાસુને ઢોર મારવા મારવાનું શરૂ કરી દીધું હતું.

આ મામલે જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું હ્હતું કે થોડા વર્ષ પહેલા જ તેમની પત્નીએ તેમના પર દહેજનો ખોટો કેસ પણ દાખલ કરી દીધી હતો, જેના અબ્દ આ કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું. સમાધાન બાદ પણ કઈ બદલાયું નહીં. પત્ની દ્વારા તે લોકો જે મકાનમાં રહે છે તે પોતાના નામે કરી દેવાનું દબાણ કરવામાં આવતું હતું. પરંતુ આ પ્રોપર્ટી તેમના માતા પિતાના નામ પર હોવાના કારણે સમાધાન બાદ તે તેમના અને તેમની પત્નીના નામે કરવામાં આવી.

તે છતાં પણ તેની લાલચ વધતી ગઈ અને વતનમાં રહેલી પ્રોપર્ટી પણ પોતાના નામે કરાવવાની પત્ની દ્વારા જીદ પકડવામાં આવી અને આ વાતની ના પાડતા જ તે અમારી સાથે ઝઘડો પણ કરવા લાગી જતી હતી. ત્યારે આ બાબતે ફરીથી ઝઘડો થતા તેને મારી માતાને માર માર્યો હતો, જેને લઈને અમે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel