ખેડૂતો જગતના તાતને લઈને આવ્યા ખરાબ સમાચાર: અચ્છે દિન ની જગ્યાએ બુરે દિન આવી ગયા
સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ ઘાતક કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે, ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ડીએપી ખાતરની બેગ પર રૂ.700 સુધી ભાવ વધ્યાં છે જ્યારે એએસપી ખાતરમાં રૂ.375નો ભાવ વધારો થયો છે. એનપીકે ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતો પર મોઘવારીનો માર પડયો છે.હવે ખેડૂતો માટે ખેતી કરવી મોંઘી બની છે.

ઇફ્કો કંપનીએ ડાઇ અમોનિયા ફોસ્ફેટ સહિત કોમ્પલેક્સ ફર્ટિલાઇઝરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. ડીએપી ખાતરની બેગમાં 700 રૂપિયા અને એએસપી ખાતરની બેગમાં 375 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ ડીએપી ખાતરની બેગનો ભાવ 1900 રૂપિયા , એનપીકે 12:32:16 ખાતરની બેગનો ભાવ 1800, એનપીકે 10:26:26 ખાતરની બેગનો ભાવ 1175 થયો છે. જ્યારે એએસપી ખાતરની બેગનો ભાવ 1350 રૂપિયા થયો છે.

ગુજરાત કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો હતોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે જ ખાતરનો ભાવવધારો કરી દેવાયો હતો પણ ખુદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આ વાતને નકારીને ખેડૂતોને અંધારામાં રાખ્યા હતાં. તા.૧લી એપ્રિલથી ખાતરના ભાવવધારો અમલ કરી દેવાયો છે તેમ છતાંય ગુજરાતમાં ઇફકોએ તા.૬ એપ્રિલે પત્ર જાહેર કર્યો છે. આમ,ે ખાતરના ભાવ વધારો થતાં ખેડૂતોના ખિસ્સા પર આર્થિક ભાર વધ્યો છે.