હત્યારા ફેનિલ ગોયાણીના વકીલે કોર્ટમાં કરી એવી દલીલ કે જાણીને તમારું માથું પણ ચકરાઈ જશે, વાંચીને કહો શું આ સાચું કહે છે ?

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતમાં થયેલ ગ્રીષ્મા વેકરીયાની હત્યા કરનારા આરોપી ફેનિલ ગોયાણી હાલ જેલમાં છે. તેના વિરુદ્ધ પોલીસે 2500 પાનાંની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી છે અને હવે આ કોર્ટ કેસના ટ્રાયલ પણ શરૂ થઇ ગયા છે. ગુરુવારથી આ કેસની ટ્રાયલ શરૂ થયું હતું જેમાં પહેલા દિવસે હત્યારા ફેનિલને વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી હાજર કરવામાં આવ્યો હતો, જેના બાદ તેને બીજા દિવસે કોર્ટમાં રૂબરૂ હાજર કરવામાં આવ્યો હતો.

ત્યારે કોર્ટમાં જજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેસની સુણાવતી દિન પ્રતિદિન ચાલશે. ત્યારે આજે સોમવારથી ફરીથી કેસ હવે કોર્ટમાં રાબેતા મુજબ શરૂ થઇ ગયો છે અને આજે મૃતક ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર સહિતના લોકોના નિવેદન લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

તો બીજી તરફ હત્યારા ફેનિલ ગોયાણીના વકીલ દ્વારા કોર્ટમાં ફેનિલ માનસિક રીતે બીમાર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઈ જેઓ ફેનિલના હુમલાના કારણે ઘાયલ થયા હતા તેમના પણ કોર્ટમાં નિવેદન લેવામાં આવ્યા છે.

આજે કડક સુરક્ષા વચ્ચે ફેનિલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જેમાં સવારે 10.15 કલાકે તેને કોર્ટમાં રજૂ કરીને આગળની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરને બચાવ પક્ષે તબીબને ક્રોસ સવાલો પણ પૂછ્યા હતા. આ કેસનો જલ્દીમાં જલ્દી ચુકાદો આવે તે માટે થઈને સુરતની ફાસ્ટેટ કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી આજથી ચાલુ થઇ ગઈ છે.

ગ્રીષ્માની હત્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો, જેના બાદ લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને આરોપીને ફાંસી આપવા માટેની માંગણી પણ લોકો દ્વારા ઉચ્ચારવામા આવી હતી, આ ઉપરાંત ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગ્રીષ્માના પરિવારને જલ્દી ન્યાય મળશે તેમ જણાવ્યું હતું.

Niraj Patel