ગ્રીષ્મા કેસમાં સૌથી મોટો ખુલાસો….હત્યાના વાયરલ વીડિયો બાબતે હકીકત આવી ગઈ સામે

સુરતના પાસોદરામાં થયેલ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની અંદર એક નવી અપડેટ સામે આવી છે. ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની નરાધમ ફેનિલ ગોયાણીએ હત્યા કરી નાખી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, આ ઉપરાંત ગ્રીષ્માની હત્યા બાદ પણ હત્યારા ફેનિલ ગોયાણીએ તેના એક મિત્રને ફોન કરીને ગ્રીષ્માની હત્યા કરવાનું પણ જણાવ્યું હતું.

ત્યારે હવે આ મામલામાં કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે, અને પુરાવા તેમજ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી રહી છે. હાલ આ મામલામાં એફએસએલના બે અધિકારીઓની પણ જુબાની લેવામાં આવી હતી. તેમને પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે ગ્રીષ્માને મારી નાખી હોવાના ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત હત્યાના વીડિયો સાથે પણ કોઈપણ ચેડાં કરવામાં નથી આવ્યા તેમ પણ જણાવ્યું હતું.

આ દરમિયાન કોર્ટનો સમય પૂર્ણ થઇ જતા સર અને ઉલટ તપાસ આજરોજ કરવામાં આવશે. ત્યારે આ મામલામાં ગત રોજ ટ્રાયલ દરમિયાન હત્યાનો એક વધુ વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે ગ્રીષ્મા પોતાનો બચાવનો પ્રયાસ કરી રહી હતી, ત્યાં હાજર લોકો પણ તેને છોડી દેવાનું કહી રહ્યા હતા. પરંતુ હત્યારા ફેનિલે ગળા ઉપર બે વાર ચપ્પુ ફેરવ્યા બાદ ત્રીજા ઘાએ ગ્રીષ્માની હત્યા કરી નાખી હતી.

આ મામલામાં હત્યારા ફેનિલ ગોયાણી સામેની કાર્યવાહીમાં તેનો બચાવ કરી રહેલા વકીલ ઝમીર શેખે સ્થળ ઉપર પંચનામું ન થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મામલામાં અત્યાર સુધી 100થી પણ વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી ચુકી છે. ત્યારે હવે આ કેસનો ચુકાદો ટૂંક સમયમાં જ આવી શકે છે તેવી આશા પણ સેવાઈ રહી છે.

Niraj Patel