પોલિસની નોકરી છોડી વૃંદાવનમાં આવું કામ કરી રહી હતી 9 મહિનાથી ગાયબ થયેલ મહિલા કોન્સ્ટેબલ, જાણો વિગત

ડ્યુટીથી 9 મહિના પહેવા પહેલા ગાયબ થઇ હતી મહિલા કોન્સ્ટેબલ, આજે વેચી રહી હતી પૂજાનો સામાન- કારણ જાણીને દુઃખ થશે

લગભગ 9 મહિના પહેલા ગાયબ થયેલી રાયપુરની મહિલા કોન્સ્ટેબલ અંજના સહિસ યુપીના વૃંદાવનમાં ફૂલ વેચતી જોવા મળી હતી. તેના પરિવારજનો અને વરિષ્ઠ અધિકારોઓથી તે પરેશાન હતી અને તે બાદ તે અચાનક લાપતા થઇ ગઇ હતી. અંજના સહિસના વૃંદાવનમાં ફૂલ વેચવાની જાણકારી મળવા પર છત્તીસગઢ પોલિસની ટીમ તેમને લેવા પહોંચી પરંતુ મહિલાએ જવાની ના કહી દીધી. તે બાદ રાયપુર પોલિસને ત્યાંથી ખાલી હાથે જ જવું પડ્યુ.

છત્તીસગઢની રાજધાની રાયપુરથી છેલ્લા 9 મહિનાથી લાપતા મહિલા કોન્સ્ટેબલ ઉત્તરપ્રદેશમાં કૃષ્ણની નગરી વૃંદાવનમાંથી મળી. મહિલા કોન્સ્ટેબલે કહ્યુ કે, તે અઘિકારીઓના શોષણથી તંગ આવી ગઇ હતી. એટલા માટે તે 20 ડિસેમ્બરના રોજ વૃંદાવન આવી ગઇ હતી. રાજેન્દ્ર નગર પોલિસે જણાવ્યુ કે, મહિલા કોન્સ્ટેબલ અંજના સહિસની માતાએ 21 ઓગસ્ટના રોજ રાયગઢમાં લાપતા થઇ હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ શૂન્ય પર કેસ દાખલ કરી મામલો રાયપુર રાજેન્દ્ર નગર પોલિસને મોકલવામાં આવ્યો.

મહિલા રાયપુરના મહાવીર નગરમાં ભાડાના મકાનમાં રહેતી હતી. ફોટો આધારિત તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. જે બાદ બુધવારના રોજ વૃંદાવનના પરિક્રમા માર્ગ પર અંજના પૂજા સામગ્રી વેચતી જોવા મળી. પોલિસે તેને હિરાસતમાં લઇ અને રાયપુર પરત ફરવા કહ્યુ, જેના પર તેણે ના કહી દીધી. પોલિસે અંજનાની તેની માતા સાથે પણ વાત કરાવી પરંતુ તે માની નહિ અને આખરે તેને વૃંદાવનમાં જ રહેવા દેવામાં આવી.

મહિલા કોન્સ્ટેબલે કહ્યુ કે, હવે મારો ના કોઇ પરિવાર છે અને ના કોઇ સંબંધી. જાણકારી અનુસાર, અંજના સાહિસ નોકરી દરમિયાન કેટલાક અધિકારીઓથી પરેશાન હતી અને પોતાના સાથી કર્મચારી સાથે પણ તેની ચર્ચા કરી હતી. ડ્યુટીને લઇને તેના પરિવારમાં પણ મતભેદ હતા.

Shah Jina