અત્યારે તો આપણા ગુજરાતમાં બપોરે હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યુ હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. આ સમયે હવામાન વિભાગે આજથી ઠંડીનો નવો રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે અને વરસાદ નહીં પડે તેવી આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો.
આપણા રાજ્યમાં એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે.
તેઓએ નવી આગાહી કરતા કહ્યું કે, આ મહિને 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. આપણા રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે.
આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. જેથી મધ્ય ગુજરાતમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. વધુમાં વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે.